HomeGujaratsurat police mega drive : 3 દિવસની ડ્રાઈવમાં 208ની ઘરપકડ – India News...

surat police mega drive : 3 દિવસની ડ્રાઈવમાં 208ની ઘરપકડ – India News Gujarat

Date:

surat police ની  3 દિવસની ડ્રાઈવમાં 81 હથિયારો સાથે 208ની ઘરપકડ – India News Gujarat

સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધતી જ જઇ રહી છે. ત્યારે ગુનાખોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે police સતત પ્રયત્નો કરી રહી છે. છતાં શહેરમાં સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. કારણ કે, માત્ર 3 દિવસની ડ્રાઈવમાં police હથિયાર સાથે 208 શખ્સોને ઝડપી પાડ્યા છે. ચેકિંગ દરમ્યાન અસામાજિક તત્વો પાસેથી 81 હથિયારો મળી આવ્યાં છે.

police ઘાતક હથિયારો લઈને ફરતા માથાભારે તત્વોને ઝડપી પાડ્યાં છે. પોલીસે ચપ્પુ સાથે 81 લોકો તો તલવાર, કુહાડી, સળિયા જેવાં હથિયારો સાથે 21 લોકોને ઝડપી પાડ્યાં છે.
લાકડી અને ધોકા જેવાં હથિયારો સાથે 106 શખ્સો ફરતા પોલીસે પકડ્યાં છે. – Latest News

જાણો 3 દિવસની મેગા ડ્રાઇવમાં surat police 208 શખ્સોને ઝડપ્યાં – India News Gujarat

  • 3 દિવસની ડ્રાઈવમાં પોલીસે હથિયાર સાથે 208 શખ્સોને ઝડપ્યાં
  • ચેકીંગ દરમ્યાન અસામાજિક તત્વો પાસેથી 81 હથિયારો મળ્યાં
  • ઘાતક હથિયારો લઈને ફરતા માથાભારે તત્વોને પોલીસે પકડ્યાં
  • ચપ્પુ સાથે 81, તલવાર, કુહાડી, સળિયા જેવાં હથિયારો સાથે 21 ઝડપ્યાં
  • લાકડી અને ધોકા જેવા હથિયારો સાથે ફરતા 106 શખ્સો પકડ્યાં
  • 3 દિવસની પોલીસની ડ્રાઈવ દરમિયાન દારૂના 178 કેસ નોંધ્યા
  • રૂ.6.85 લાખનો દારુનો મુદ્દામાલ પકડ્યો, 177 આરોપી દારૂ સાથે ઝડપ્યાં
  • જુગારના 15 કેસ કરી 3.70 લાખનો મુદ્દામાલ કબજે લીધો 
  • 84 જુગારીઓની સુરત પોલીસે ધરપકડ પણ કરી
  • ડ્રાઈવ દરમિયાન 412 શખ્સો નશો કરેલી હાલતમાં પકડાયા

3 દિવસની police ની ડ્રાઈવ દરમિયાન દારૂના 178 કેસ પોલીસે નોંધ્યા છે. રૂ. 6.85 લાખનો દારુનો મુદ્દામાલ પકડ્યો તો 177 આરોપીઓને દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યાં છે. જુગારના 15 કેસ કરીને 3.70 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. 84 જુગારીઓની પણ surat police ધરપકડ કરી છે. ડ્રાઈવ દરમિયાન 412 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. – Latest News

તમે આ વાંચી શકો છો: Corona after effect- પ્રિ પ્રાયમરી સ્કૂલનો ધંધો પણ સુધર્યો

તમે આ વાંચી શકો છો:  After 137 days petrol and diesel prices have risen: પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો

SHARE

Related stories

Latest stories