શાંતિ પુર્ણ માહોલમાં હોળી-ધૂળેટી ઉજવવા અપીલ -India News Gujarat
સુરત શહેરમાં હોળી ધૂળેટીના પર્વની ખુબ જ શાંતિપુર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે Surat Police Commissioner અજય કુમાર તોમર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા પ્રમાણે શહેરીજનોને શાંતિપુર્ણ રીતે હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો અથવા તો રાહદારીઓ ઉપર બળજબરી પુર્વક કલર કે ફુગ્ગા નાંખવા નહીં, ઉપરાંત કાદવ કે કીચડ ઉછાળવો નહીં એવું પણ જણાવવામાં આવ્યુ છે. સુરત શહેરમાં દરેક પર્વને શાંતિપુર્ણ રીતે ઉજવવાની પરંપરા છે તેને ધ્યાનમાં રાખીને જ આ પર્વને પણ ઉજવવામાં આવે એવી અપીલ પણ કરવામાં આવી છે.-India News Gujarat
બળજબરી કરવામાં આવશે તો Police પગલા ભરશે-India News Gujarat
Police Commissioner અજય તોમરે જણાવ્યુ છે કે, જો કોઇ વ્યક્તિ રાહદારીઓ ઉપર બળજબરી પુર્વક કલર નાંખશે અથવા ફુગ્ગા ફેંકશે કે પછી કાદવ કીચડ ઉડાવશે અને આ બાબત ધ્યાનમાં આવશે અથવા તે અંગે ફરિયાદ મળશે તો પોલીસ દ્વારા આવા વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શહેરીજનોને શાંતિપુર્ણ માહોલમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે જણાવાયું છે. ખાસ કરીને શહેરીજનો મોટા ભાગે આ તહેવાર દરમ્યાન પરિવાર સાથે કે મિત્ર સર્કલમાં એક બીજાને મળીને હોળીની શુભ કામનાઓ પાઠવવા સાથે રંગ અબીલ ગુલાલથી હોળી ઉજવતા હોય છે. આવા સંજોગોમાં અજાણ્યા લોકો ઉપર કે રાહદારીઓ ઉપર કલર, ફુગ્ગા ન ફેંકવા કે પછી કાદવ કીચડ ન નાંખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. -India News Gujarat
Commissionerએ સુરતના તમામ લોકોને શુભ કામના પાઠવી-India News Gujarat
સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શહેરીજનોને હોળી ધૂળેટીના પર્વની શુભ કામના પાઠવી છે. સાથો સાથ એવુ પણ જણાવ્યું છે કે, શહેરીજનો હર્ષ ઉલ્લાસ સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરે તેમજ શહેરની શાંતિ ન જોખમાય એ પ્રકારે પરંપરાગત રીતે હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી કરે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Dubai Chamber of Commerce સુરતની નિકાસ વધારવા મદદ કરવા તૈયાર- ચેમ્બર પ્રમુખ
આપ આ પણ વાંચી શકો છોઃ-Rajhans Belliza Property Tax-સીલ કરાતાં જ 44 લાખ જમા કરી દેવાયા