HomeBusinessSurat: પારાવાર ગંદકીને પગલે સ્થાનિકોમાં આક્રોશ-India News Gujarat

Surat: પારાવાર ગંદકીને પગલે સ્થાનિકોમાં આક્રોશ-India News Gujarat

Date:

Surat: પારાવાર ગંદકીને પગલે સ્થાનિકોમાં આક્રોશ, લિંબાયતના કમરૂનગર શાક માર્કેટમાં ઘોડાના તબેલા શરૂ કરાયા-India News Gujarat

  • Surat ના લિંબાયતના સ્થાનિક લોકોનું કહેવું છે કે કમરૂ નગર વિસ્તારમાં આ પહેલા અહીં શાકમાર્કેટ ચાલતું હતું.
  • પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોએ તેને કબજો કરીને ઘોડાનો તબેલો બનાવી દીધું છે.
  •  બીજી તરફ શાકમાર્કેટ હવે વાપરવા યોગ્ય પણ નહીં રહેતા રસ્તા પર દબાણની સ્થિતિ પણ સર્જાવા પામે છે
  • સ્વચ્છતા સર્વેક્ષણ માં સુરતને(Surat)  નંબર વન લઈ જવા માટે એક તરફ SMC  જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે ત્યાં બીજી તરફ કોર્પોરેશનના જ કેટલાક પ્રોજેક્ટ ગંદકીના ઢગ સમાન બની ગયા છે.
  • આખા શહેરમાં સાફ સફાઈ કરીને શ હેરને ચોખ્ખું ચણાક કરીને સ્વચ્છતામાં નંબર વન મેળવવા માંગતી SMC  પોતાના જ તાબા હેઠળ આવતા પ્રોજેકટની જાળવણી કરવામાં ધરાર  નિષ્ફળ  સાબિત થઈ છે.
  • સ્વચ્છતાના નામે આખા દેશમાં સુરત શહેર મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે બીજી તરફ લિંબાયતના(Limbayat) સ્લમ વિસ્તારોમાં પારાવાર ગંદકી દિવા તળે અંધારાની જેવી સ્થિતિ હોય તેમ જણાઈ રહ્યું છે.
  • SMC દ્વારા લિંબાયતના કમરૂનગર ખાતે બનાવવામાં આવેલ શાક માર્કેટ નધણિયાતી બની રહેતા તેમાં છેલ્લા ઘણા સમયથી પારાવાર ગંદકી( filth)  વચ્ચે હવે ચોક્કસ તત્વો દ્વારા આ શાક માર્કેટમાં ઘોડાના તબેલા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિકોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

શાક માર્કેટ છેલ્લા ઘણા સમયથી પારાવાર ગંદકીનો ગઢ

  • લિંબાયતના કમરૂ નગર ખાતે આવેલા ઈડબ્લ્યુએસ આવાસ પાસે SMC દ્વારા સ્થાનિક નાગરિકોની સુવિધા માટે શાક માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
  • જોકે, આ શાક માર્કેટ છેલ્લા ઘણા સમયથી પારાવાર ગંદકીનો ગઢ સાબિત થઈ રહી છે. આ મુદ્દે છાશવારે લિંબાયત ઝોનમાં રજુઆત કરવા છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી.
  • ઉલ્ટાનું હવે સ્થાનિકો દ્વારા જ આ માર્કેટમાં ઘોડાના તબેલા શરૂ કરી દેવામાં આવતાં લોકોમાં પણ આશ્ચર્ય સાથે આઘાતની લાગણી જોવા મળી રહી છે.

ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થાય છે

  • અહીં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે કમરૂ નગર વિસ્તારમાં આ પહેલા અહીં શાકમાર્કેટ ચાલતું હતું.
  •  છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોએ તેને કબજો કરીને ઘોડાનો તબેલો બનાવી દીધું છે.
  •  બીજી તરફ શાકમાર્કેટ હવે વાપરવા યોગ્ય પણ નહીં રહેતા રસ્તા પર દબાણની સ્થિતિ પણ સર્જાવા પામે છે.
  • જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થાય છે. તેવામાં લોકોની માંગણી છે કે શાકમાર્કેટમાં ઉભા થયેલા આ તબેલા ને દૂર કરીને તેની સફાઈ કરીને ફરી એકવાર તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે.

તમે આ પણ વાંચી શકો છો-

Surat Conventional Barrage Project : જેથી સુરતના લોકોને પાણીની અછત 100 વર્ષ સુધી નહીં સર્જાય

તમે આ પણ વાંચી શકો છો-

Surat : વેકેશનમાં કોર્પોરેશને સોમવારની રજા પણ રદ્દ કરી

SHARE

Related stories

Latest stories