Surat Jeweler’s Gift To PM Modi: અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી થઈ રહી છે ત્યારે આજે સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચાંદીનું રામમંદિર ફરી એકવાર ચર્ચાનું વિષય બન્યું છે. આજે આ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવતજીને યૂપીના મુખ્યમંત્રીના હસ્તે આ મંદિર ભેટમાં આપવામાં આવ્યું હતું.
ત્રણ કિલો વજનનું મંદિર યોગીના હસ્તે મોદીને અપાયું
અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સુરતના ડી ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. સૌ કોઈ પોતાની વિશેષ આવડતથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાગ બની રહ્યા હતા ત્યારે સુરતના જ્વેલર્સ શોપના માલિકે પણ અયોધ્યામાં બનેલા રામમંદિરની ચાંદીમાં આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરીને પોતાની ભક્તિ દર્શાવી છે.
આ મંદિર તૈયાર કરવામાં યૂપીના મુખ્યમંત્રી યોગીજીએ પણ અમૂક વિશેષ સૂચનો આપ્યા હતા. સુરતના ડી. ખુશાલદાસ જ્વેલર્સના માલિક દિપક ચોક્સીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, આ મંદિર જ્યારે અમે સુરતમાં તૈયાર કર્યું ત્યારબાદ અમે આ મંદિર લઈને યોગીજીને મળવા માટે પહોંચ્યા હતા. યોગીજીએ આ મંદિર જોઈને કહ્યું – તે ખૂબ જ આકર્ષક છે પણ મંદિરમાં રામની પ્રતિમા મૂકવાની કેમ બાકી છે ? તે સિવાય મંદિરની બનાવટમાં પણ અમુક મહત્વના સૂચનો કર્યા હતા, જે મુજબ અમે મંદિરમાં અમુક ફેરફારો કરીને ફરી તૈયાર કર્યું હતું.
Surat Jeweler’s Gift To PM Modi: યુપીના મુખ્યમંત્રીના હસ્તે RSS વડાને પણ મંદિર ભેટ અપાયું
આ મંદિર જ્યારે પહેલીવાર તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે તેનું વજન અંદાજે 5 કિલો જેટલું હતું પરંતુ, યોગીજીના સૂચન બાદ તેનું વજન 2 કિલો જેટલું ઘટાડવામાં આવ્યું હતું. ભેટમાં આપવામાં આવેલા આ મંદિરનું વજન 3 કિલો આસપાસ હતું. પીએમ મોદીજીને ભેટમાં આપવા માટે જે ચાંદીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું એવું જ બીજુ મંદિર RSSના વડાને ભેટમાં આપવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
યૂપીના મુખ્યમંત્રી યોગીજીના હસ્તે મોદીજી અને મોહન ભાગવતજીને આ ચાંદીના મંદિર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા, આ મંદિર તૈયાર કરવામાં કોઈપણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કર્યો નથી. આ આખુ મંદિર હાથથી જ તૈયાર કરવામાં આવ્યું છે. અંદાજે ત્રણેક મહિના જેટલો સમય આ મંદિર બનાવવા માટે લાગ્યો છે.
તમે આ પણ વાચી શકો છો:
તમે આ પણ વાચી શકો છો: