Surat International Textile Expo ત્રી દિવસીય પ્રદર્શન-India News Gujarat
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧ર, ૧૩ અને ૧૪ માર્ચ, ર૦રર ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય Surat International Textile Expo સીઝન-2નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે ચેમ્બરને સુરત ટેકસમેક ફેડરેશનનો સહકાર પ્રાપ્ત થયો છે. ચેમ્બરના માનદ્મંત્રી દીપક કુમાર શેઠવાલાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જાન્યુઆરી– ર૦રર માં યોજાયેલા સીટેક્ષ એકઝીબીશનને ભવ્ય સફળતા મળી હતી. જેને પગલે બે મહિના બાદ તુરંત જ ‘સીટેક્ષ– 2022સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહયું છે કે એક જ પ્રમુખના કાર્યકાળ દરમ્યાન સીટેક્ષ એકઝીબીશન બે વખત યોજાયું છે. આ પ્રદર્શનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ ઉપરાંત યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે.-India News Gujarat
12 માર્ચે થશે સીટેક્સ-2નો પ્રારંભ-India News Gujarat
આગામીશનિવાર તા. 12 માર્ચ 2022 ના રોજ સવારે 10-30 કલાકે રાખવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી પ્રદર્શનને ખૂલ્લું મુકવામાં આવશે. જ્યારે ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી, ઇન્કમ ટેકસ સુરતના ચીફ કમિશનર કવિતા ભટનાગર, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને કસ્ટમ્સ એન્ડ સીજીએસટીના પ્રિન્સીપલ કમિશનર ડો. ડી.કે. શ્રીનિવાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.-India News Gujarat
1.25 લાખ સ્ક્વેર ફુટમાં પ્રદર્શન યોજાશે-India News Gujarat
ખજાનચી પરેશ લાઠીયાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.રપ લાખ સ્કવેર ફૂટ એરિયામાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ટેકસટાઇલ વેલ્યુ એડીશન ચેઇન પ્રોડકટસ, મશીનરીઝ અને ટેકનોલોજી સાથેના ૬૦ થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. નેશનલ ડેલીગેશન્સ પણ આ પ્રદર્શનમાં આવશે. આથી આ પ્રદર્શન થકી ટેકસટાઇલ ઉદ્યોગકારોને બિઝનેસ માટેની તથા નેટવર્કીંગ માટેની તક મળી રહીશે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Thief Thrown Daimond in River- 15 Lakhના હીરાવાળી બેગ ચોરોએ નદીમાં ફેંકી
આપ આ પણ વાંચી શકો છોઃ-Travel gifts for Suratis : રૂ 100 માં આખો મહિનો સુરતભરમાં કરો મુસાફરી