HomeGujaratSurat Fire Incident: પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના, ગોરજીવાળામાં કેમિકલના ગોડાઉનમાં લાગી આગ...

Surat Fire Incident: પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના, ગોરજીવાળામાં કેમિકલના ગોડાઉનમાં લાગી આગ – INDIA NEWS GUJARAT

Date:

Surat Fire Incident: સુરતના ભેસ્તાન ખાતે કેમિકલ ગોડાઉનમાં આગ ભુકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરત શહેરમાં બેદરકારીના કારણે કેમિકલ યુનિટમાં આગ લાગવાનો સીલસીલો યથાવત જોવા મળી રહયો છે.

આગ લાગતા કારીગરોમાં દોડધામ મચી

હજુ એથર કંપનીમાં લાગેલ ભયંકર આગમાં કેટલાય લોકો ભડકે બર્યા હતા, જે મામલો હજુ શાંત થયો નથી. ત્યાં ભેસ્તાન ખાતે આવેલ ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલ એક કેમિકલ ગોડાઉનમાં આગ ભભુકી ઉઠી હતી. આગ કેમિકલ લીક થતા લાગવાની શંકા સેવાઈ રહી છે ત્યારે આગ એવી ભભુકી હતી કે આજુ-બાજુમાં અને ગોડાઉનમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી હતી. ત્યાં હાજર તમામ લોકોના જીવ ટારવે ચોંટયા જોવા મળ્યા હતા.

Surat Fire Incident: ફાયર ટિમ ઘટના સ્થળે આવી પહોંચી

તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચી આગ રોકવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આખરે થોડી જેહમત બાદ ફાયરવિભગ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ગોડાઉનમાં કયા કારણસર આગ લાગી હતી, તે કારણ હાલ અકબંધ છે પરંતુ આગનાં કારણે હાલ સુધી કોઈ જાનહાનિ નથી તેવા સાર સમાચાર છે.

આવી આગ હંમેશા એકમ કે ગોડાઉન દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે લગવામાં આવે છે. જો આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોન હોત? સમગ્ર મામલે પ્રશાસન કઈ ક્ષતિનાં કારણે લાગી હતી જેનું કારણ શોધી ગોડાઉન રાખનાર આવા માલિકો પર કડક કાર્યવાહી કરશે કે નહિ એ આગામી દિવસોમાં જોવાનું રહશે.

તમે આ પણ વાંચી શકો છો:

Arvind Kejariwal ED Summons: પાંચમી વખત EDના સમન્સ સમક્ષ હાજર નહીં થાય

તમે આ પણ વાંચી શકો છો:

Budget-2024 Announcement: બજેટમાં વસ્તી વધારા માટે સમિતિ!

SHARE

Related stories

Latest stories