HomeGujaratSurat: મહિલાના નામે ફેક આઈડી બનાવી અશ્લીલ ચેટીંગ કરતા યુવકને પોલીસે પકડી...

Surat: મહિલાના નામે ફેક આઈડી બનાવી અશ્લીલ ચેટીંગ કરતા યુવકને પોલીસે પકડી પાડયો-India News Gujarat

Date:

Surat: મહિલાના નામે ફેક આઈડી બનાવી અશ્લીલ ચેટીંગ કરતા યુવકને પોલીસે પકડી પાડયો-India News Gujarat

સુરતની પરિણીતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટા લઈ મહિલાના નામે ફેક આઈડી બનાવી અશ્લીલ ચેટીંગ કરવા પુરુષો પાસે રૂપિયા માંગતા અમદાવાદના યુવકને પોલીસે પકડી પાડયો હતો.

ફેક આઈડી બનાવી અશ્લીલ ચેટીંગ કરી પુરુષો પાસે રૂપિયા માંગતો

  • સલાબતપુરાની પરિણીતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account) પરથી ફોટા લઈ મહિલાના નામે ફેક આઈડી બનાવી અશ્લીલ ચેટીંગ કરવા પુરુષો પાસે રૂપિયા માંગતા અમદાવાદના યુવકને પોલીસે (Surat Police) પકડી પાડયો હતો. મળતી માહીતી પ્રમાણે સલાબતપુરામાં બારડોલીના પીઠા ખાતે રહેતા 25 વર્ષીય ફાતિમાબેન નોકરી કરે છે.
  • તેઓ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો નિયત યુઝ કરે છે. આ દરમિયાન થોડા દિવસો પહેલાં તેમણે અન્ય મુનીરા નામની મહિલાના આઈડીમાં પોતાના પ્રોફાઈલ ફોટા જોયા હતા.

પત્નીએ તપાસ કરતા અલગ અલગ મેસેજો મળી આવ્યા હતા

જે જોઈ ફાતિમાબેને તપાસ કરાવી તો તેમના પતિના ઈન્સટાગ્રામ મેસેન્જર પર પણ મુનિરાની આઈડી પરથી અલગ અલગ મેસેજો આવ્યા હતા. જે આઈડી પરથી વિડીયોકોલ કરી વાતચીત કરવા તથા અશ્લિલ ચેટીંગ કરવાના એક કલાકના 1500 રૂપિયા થશે અને આ રકમ પેટીએમના કયુઆર કોડ સ્કેન કરી મોકલી આપવાની પણ વાત કરાઈ હતી.

પત્નીના જ ફોટા ઉપયોગ કરી અનેક સાથે વાત કરતો ઝડપાયો

  • પોતાના ફોટાનો ઉપયોગ થયો હોય ફાતિમાબેને સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આઈટી એકટ અન્વયે ગુનો નોંધ્યો હતો. પીઆઈ ચૌધરી અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે છટકું ગોઠવી આરોપી તાહુ કુત્બુભાઈ ટીનવાલાને પકડી પાડયો હતો.
  • તાહા મહેંદી કલાસ ચલાવે છે. ફાતિમાબેનના ઈન્સ્ટાગ્રામ ઓપન આઈઢી પરથી ફોટા મેળવી તેને અન્ય મહિલાના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતુ. જે એકાઉન્ટ પરથી પુરુષોને ટાર્ગેચ કરી અશ્લિલ ચેટીંહ કરીને નાણાં માંગતો હતો.

પત્ની એ પોલીસ ફરિયાદ કરી

  • પોલીસે તાહાની ધરપકડ કરી હતી. આરોપીએ ફેંક આઈડી પરથી મેસેજ કરી લોકો પાસે પૈસા પડાવ્યા છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરાઈ છે. સુરતની વાત કરવાં આવે તો સુરતમાં સતત સાયબરના ગુનાઓ બની રહ્યા છે. લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે .કારણ કે લોકો વધુ પડતા પોતાના અંગત ફોટો કે ફેમેલી સાથેના ફોટો અપલોડ કરતા હોય છે જેને લઈ ચિટીંગ કરતા લોકો સાયબર ક્રાઇમને અંજામ આપતી ગેંગ કોઈને કોઈ રીતે લોકોને હેરાન પરેશાન કરતા હોય છે.
  • સુરત કોર્ટ દ્વારા ગ્રીષ્માં હત્યા કેશમાં આરોપીને સજા સંભળાવી ત્યારે પણ એક બાબતે ટકોર કરી હતી કે સોશિયલ મીડિયા અને ખાસ મોબાઈલ ફોન યુવા વર્ગ માટે ગંભીર બાબત છે જેથી લોકોએ મોબાઈલ ફોન અને સોશિયયલ મીડિયા જરૂરિયાત પ્રમાણે વાપરવામાં આવે.

આ પણ વાંચોઃ  Grishma Murder case- હત્યારા ફેનિલ ને ફાંસીની સજા

આ પણ વાંચોઃ સુરતમાં ડિસ્પોઝલ સાઇડ પર JCB નું ટાયર ફાટતા સફાઈ કર્મચારીનું મોત

 

 

 

SHARE

Related stories

Latest stories