Surat Ether Company Blast Update: કેમિકલ બ્લાસની ઘટનામાં વધુ એક કારીગરનું મોત
બ્લાસની ઘટનામાં દાજી ગયા હતા 27 લોકો
સારવાર દરમિયાન 3 લોકોના નિપજ્યા હતા મોત
નરેન્દ્ર પાઠક નામના કારીગરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
સુરતમાં આવેલી જીઆઇડીસી એથર કંપનીમાં 29 નૉવેમનેર 2023ના રોજ ટેન્ક બ્લાસ્ટમાંની ઘટના બની હતી. આ ઘટનામાં 6 લોકો ઘટના સ્થળેજ મૃત્યુ પામ્યા હતા. ઘાયલ થયેલ કર્મચારીયો માંથી એક કારીગર, નરેન્દ્ર પાઠકનું સારવાર દરમિયાન મૌત નીપજયું હતું. અત્યાર સુધી બ્લાસ્ટના કારણે કૂલ 10 લોકોના મૌત નિપજ્યાં છે.
એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બની હતી બ્લાસ્ટની ઘટના
ગત વર્ષ, 29 નવેમ્બર 2023, સુરતની સચિન GIDCમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ ઘટનામાં 27 થી વધુ લોકો દાજી ગયેલા હતા દરમ્યાન રાત્રે ૨:૨૪ વાગે સુરત ફાયર બ્રિગેડને જાણ કરતા પાંચ સ્ટેશનની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી હતી. આ ઘટના દરમિયાન ૭ કર્મચારીઓ ગુમ થયા હતા. જોકે કંપનીના સંચાલકો, પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન ૭ કર્મચારીના મૃતદેહ મળ્યા હતા.
Surat Ether Company Blast Update: અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા
આ સાથે આ આગની ઘટનામાં ૨૭ કર્મચારી દાઝ્યા હોવાનું જાણ થયું હતું. ઇજાગ્રસ્ત લોકોને તરત હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જેમાં થી 3 લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એજ ઇજાગ્રસ્ત કર્મચારિયો માંથી આજે નરેન્દ્ર પાઠક નામના કારીગરનું સારવાર દરમિયાન મોત બીપજ્યું હતું. આ બ્લાસ્ટના કારણે અત્યાર સુધી કૂલ 10 લોકોનું મૌત નીપજ્યું છે. ત્યારે હજી સુધી પોલીસ તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કોઈજ કાર્યવાહી કારવમાં નથી તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારા પણ કોઈ કામગીરી કારવમાં નથી આવી જે એક સૌથી મોટો પ્રશ્ન હાલ સમગ્ર શહેરમાં ચર્ચાએ રહ્યો છે અને કોઈ પગલાં લેવાશે કે કેમ એપણ લોકોને શંકા ઉપજાવી રહેલો પ્રશ્ન ઊભો થયો છે.
તમે આ પણ વાચી શકો છો :
Mumbai-Surat Superfast Train: કૃપા કરીને ધ્યાન આપો…! –
તમે આ પણ વાચી શકો છો :