Surat Education Summit: રામ મંદિરનો મુદ્દો શિક્ષણ સમિતિની સભામાં ઉછળ્યો
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિરોધ પક્ષે બૂટ મોજાંના વિતરણથી લઈને શિક્ષકોની ભરતી અંગેનો મુદ્દો ઉછાળી કામને લઈને વિરોધ કર્યો હતો. સાથે જ પ્રવાસમાં વિદ્યાર્થીઓને નહિ લઈ જવામાં આવતા હોવાના મુદ્દે વિરોધ કર્યો હતો. સાથે જ 22મીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રજા જાહેર કરવાની માંગ કરી હતી. જ્યારે શાસક પક્ષે કહ્યું કે, આ દિવસે શાળામાં ઉજવણી થાય તેમ જ વિવેકાનંદની જેમ ભગવાન રામનું ચિત્ર આપવાની માંગ કરાઈ હતી.
22મીએ વિપક્ષે રજાની માગ કરી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે તોફાની બની હતી વિપક્ષે સામાન્ય સભામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે શાળામાં રજા રાખવાની માંગ સાથે વિદ્યાર્થીને પ્રવાસ માં નહીં લઈ જવાની વાત સાથે બુટ મોજા આપવાની વાત ને લઈને હોબાળો મચાવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હીરપરાએ કહ્યું કે, જાન્યુઆરી મહિનો આવી ગયો છે, તેમ છતાં વિદ્યાર્થીઓને બૂટ મોજાં આપવામાં આવ્યા નથી. સાથે જ યુનિફોર્મ પણ અપાયા નથી. વિતરણ હજુ થયુ નથી, વર્ષ પૂર્ણ થાય તેમ છતાં કોઈ કામગીરી ન થતાં આ એજન્સીની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સહિતના મુદ્દે વિરોધ કરાયો હતો.
Surat Education Summit: શાસક વિપક્ષ બંનેના એક બીજા પર આરોપ પ્રતિઆરોપ
વિપક્ષના હોબાલા બાદ શાસક પક્ષના નેતા ધનેશ શાહે કહ્યું કે, વિપક્ષ દ્વારા મુકવામાં આવેલા આરોપ સદંતર ખોટા છે. બૂટ મોજાના વિતરણ યથાવત રીતે થઈ રહ્યાં છે. સાથે જ 21 કામની ચર્ચા પારદર્શક રીતે કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા પ્રાથમિક શિક્ષકોના વિરોધ કરવામાં આવી રહ્યો છે તે ખોટી વાત છે. શિક્ષકોની ઘટની બાબતે પાલિકામાં રજૂઆત કરી જેમાં 100 ટકા ખર્ચે પાલિકા શિક્ષકો ફાળવ્યા છે.
સુરત શિક્ષણ સમિટ હમેશા કોઈને કોઈ કારણ ને લઈને વિવાદ માં રહે છે. દરેક સામાન્ય સભામાં શાસક વિપક્ષના નિશાના પર રહે ત્યારે શાસક પક્ષને ક્યાંકને ક્યાંય નાની મોટી બાબતોને લઈને વિપક્ષ ગહેવાનો કોઈ પણ મોકો છોડતું નથી. આવનારા સમયે પક્ષ વિપક્ષ એક થઈ બાળકોના ભવિષ્યને વધુ મજબૂત બને એવી નક્કર કામગીરી કરે એવી આશા રાખીએ છીએ.
તમે આ પણ વાચી શકો છો :
Mumbai-Surat Superfast Train: કૃપા કરીને ધ્યાન આપો…! –
તમે આ પણ વાચી શકો છો :