HomeAutomobilesSurat E Vehicle: ઈલેકટ્રીક વાહનો સંખ્યામાં થયો આટલો વધારો-India News Gujarat

Surat E Vehicle: ઈલેકટ્રીક વાહનો સંખ્યામાં થયો આટલો વધારો-India News Gujarat

Date:

Surat E Vehicle: શહેરમાં ઈલેકટ્રીક વાહનોની પોલિસી રંગ લાવી, વાહનોની સંખ્યામાં થયો આટલો વધારો-India News Gujarat

  • Surat E Vehicle: દેશમાં ઈલેક્ટ્રિક(Electric ) વાહનોમાં સુરતનો હિસ્સો એપ્રિલ 2022માં 3.0 ટકાથી વધુ હતો.
  • ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં આખા રાજ્યમાં સુરત શહેર ટોચનું સ્થાન ધરાવે છે.
  • સુરત મહાનગર પાલિકાની (SMC) ઈલેકટ્રીક વાહનો માટેની પોલીસીને (Policy ) કારણે શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની(Electric Vehicles ) સંખ્યામાં વધારો થવામાં ખૂબ મદદ મળી છે.
  • સુરતમાં આઠ મહિના પહેલા ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા જે 1000 હતી, હવે તે વધીને 11,500 જેટલી થઇ ગઈ છે.
  •  સુરત કોર્પોરેશને થોડા મહિના પહેલા જાહેર કરેલી ઈ-વ્હીકલ પોલીસીને ખૂબ સારો અને સફળ પ્રતિસાદ મળી રહ્યો છે.
  • ઈ-પોલીસીની જાહેરાત પહેલા સુરતમાં 1,000 ઈ-વ્હીકલ હતા, ઈલેક્ટ્રિક વ્હીકલ હતા પણ પોલિસીના આઠ જ મહિનામાં ઈ-વ્હીકલની આ સંખ્યા વધીને 11,500થી વધુ થઈ ગઈ છે.
  • પેટ્રોલ ડીઝલના મોંઘા ભાવથી પરેશાન લોકો હવે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળી રહ્યા છે

“સુરત સિટી ઈ-વ્હીકલ પોલિસી 2021″ની જાહેરાત કરી હતી

  • નવેમ્બર 2021માં, દુબઈમાં વર્લ્ડ એક્સ્પોમાં યોજાયો હતો, જેમાં 190 જેટલા દેશોએ ભાગ લીધો હતો, જેમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-મોબિલિટી વિષય પર આ ઈવેન્ટમાં “સુરત સિટી ઈ-વ્હીકલ પોલિસી 2021″ની જાહેરાત કરી હતી.
  • સુરત દેશનું પ્રથમ ઈ-વ્હીકલ સીટી છે.
  • નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંકે આ પોલિસીના આઠ મહિનામાં લોકોને ઈ-વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક વ્યાપક ઈ-મોબિલિટી પ્લાન વિકસાવવા માટે એક વર્કશોપનું આયોજન કર્યું હતું.
  • સુરત માટે નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંકના વર્કશોપમાં સુરતના મ્યુનિસિપલ કમિશનરે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
  • સુરત શહેર માટે વ્યાપક ઇલેક્ટ્રિક મોબિલિટી પ્લાન વિકસાવવા આ વર્કશોપનું આયોજન નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું.

ઈ-વ્હીકલ પોલિસી અને ઈ-વ્હીકલ અંગે પ્રેઝન્ટેશન

  • નીતિ આયોગે યોજના તૈયાર કરવા માટે સુરત, લખનઉ અને કોલકાતાની પસંદગી કરી હતી. જે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જેનો મૂળ ઉદ્દેશ્ય સુરતમાં ઈલેક્ટ્રિક વાહનોના પ્રચાર માટે એક પ્લેટફોર્મ બનાવવાનો હતો અને પડકારોને ઉકેલવા માટેના પ્રયત્નો અને ધીમે ધીમે ઈલેક્ટ્રિક મોબિલિટી પ્લાનમાં વધારો કરવાનો હતો.
  • કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-વ્હીકલ પોલિસી અને ઈ-વ્હીકલનો ઉપયોગ વધારવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આગામી ચાર વર્ષમાં સુરતમાં 40 હજારથી વધુ ઈ-વ્હીકલ હશે

  • દેશમાં ઈલેક્ટ્રિક વાહનોમાં સુરતનો હિસ્સો એપ્રિલ 2022માં 3.0 ટકાથી વધુ હતો.
  • ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં આખા રાજ્યમાં સુરત શહેર ટોચનું સ્થાન ધરાવે છે.
  • રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ઇલેક્ટ્રિક વાહનોના લક્ષ્યાંકમાંથી 20 ટકા વાહનો એટલે કે 40,000 ઇલેક્ટ્રિક વાહનો આગામી ચાર વર્ષમાં શહેરમાં હશે.
  • સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં 150 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે

તમે આ પણ વાંચી શકો છો-

Surat Airport:  કાર્ગોની ફેસિલિટી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવા વેપારીઓની માગ

તમે આ પણ વાંચી શકો છો-

Surat News: SMC – નેધરલેન્ડ, સ્પેનની જેમ જ સુરતની તાપીનો વિકાસ કરાશે

SHARE

Related stories

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ...

International Luxury Brand Styliston : ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો : INDIA NEWS GUJARAT

ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો વેસુ...

Latest stories