HomeGujaratSurat Diamond Bourse માં દરેક ફ્લોર પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યા -India...

Surat Diamond Bourse માં દરેક ફ્લોર પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યા -India News Gujarat

Date:

Diamond Bourse માં 7 કરોડના ખર્ચે 56,000 રોપાઓ વાવવામાં આવશે

વિશ્વના સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ Surat Diamond Bourseની ગણેશ સ્થાપના 5 જૂનના રોજ કરવામાં આવી હતી ડાયમંડ બૂર્સ ખાતે ગણેશ સ્થાપના બાદ મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે Surat Diamond Bourse માં પર્યાવરણ જાળવણીનું પણ ખાસ ધ્યાન રાખવાંમાં આવ્યું છે.

સુરતના ખજોદવિસ્તારમાં ડ્રીમ સિટીમાં Diamond Bourse માં રૂ.7 કરોડના ખર્ચે 13 એકરમાં 56,000 રોપાઓ વાવવામાં આવશે. ડાયમંડ બુર્સના દરેક ફ્લોરમાં હવા શુદ્ધ રહે તે માટે દરેક ફ્લોર પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં વિવિધ રાજ્યોમાંથી લાવેલા ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવવામાં આવશે.

 

પંચતત્વની થીમ પર શિલ્પો રાખવામાં આવ્યા

  • ડાયમંડ બુર્સમાં દરેક બે બિલ્ડીંગ વચ્ચે ગાર્ડન બનાવવામાં આવ્યા છે.
  • પાર્કમાં પંચતત્વની થીમ પર શિલ્પો રાખવામાં આવ્યા છે.
  • સાથે જ બગીચામાં વૈવિધ્ય લાવવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી છોડ લાવવામાં આવ્યા છે.
  • ચેન્નાઈ, આંધ્રપ્રદેશ, કલકત્તા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને નવસારીમાંથી પ્લાન્ટ મંગાવવામાં આવ્યા છે.
  • ડાયમંડ બુર્સનો લેન્ડ સ્કેપ પંચતત્વોની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. 
  • અંદાજે 7 કરોડના ખર્ચે અહીં 13 એકર જગ્યામાં 50 હજાર કરતા પણ વધુ પ્લાન્ટ લગાવીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવશે.

 

 

 

ડાયમંડ બુર્સનું વિશેષ નજરાણું તેનો ગેટ બનશે 

  • એવું કહેવાય રહ્યું છે કે ડ્રિમ સિટીનો ગેટ ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ ગેટ બનશે.
  • રૂ. 9 કરોડના ખર્ચે ડાયમંડ આકારના સંપૂર્ણ ગ્લાસનાં ગેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
  • અત્યાર સુધીમાં 75 ટકા થી વધુની કામગીરી પુરી થઇ ગઈ છે.
  • આ ગેટમાં જ કાફેટેરિયા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં આટલો વિશાળ અને ડેકોરેટિવ ગેટ ક્યાંય નથી. 

ડાયમંડ બુર્સનું બાંધકામ 100% પૂર્ણ થયું છે. આ ડાયમંડ બુર્સમાં 300, 500 અને 1000 સ્કવેર ફીટની અંદાજે 4200 ઓફિસો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે સમય માંગવામાં આવ્યો છે. બુર્સની કમિટીના અગ્રણીઓના મતે દિવાળી સુધીમાં આ બ્રીજનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરાય તેવી ગણતરી કરવામાં આવી છે.

તમે આ વાંચી શકો છો: Surat Diamond Bourse માં થઈ ગણેશ સ્થાપના, 10 હજાર દીવડાંની મહાઆરતીથી ડાયમંડ બૂર્સ ઝળહળી ઉઠ્યું

SHARE

Related stories

Latest stories