HomeGujaratSurat Diamond Bourse માં થઈ ગણેશ સ્થાપના, 10 હજાર દીવડાંની મહાઆરતીથી ...

Surat Diamond Bourse માં થઈ ગણેશ સ્થાપના, 10 હજાર દીવડાંની મહાઆરતીથી ડાયમંડ બૂર્સ ઝળહળી ઉઠ્યું-India News Gujarat

Date:

Diamond Bourse ખાતે દિવાળી જેવા માહોલ

વિશ્વના સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ Surat Diamond Bourseની ગણેશ સ્થાપના 5 જૂનના રોજ કરવામાં આવી હતી ડાયમંડ બૂર્સ ખાતે ગણેશ સ્થાપના બાદ મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. 10 હજાર દીવડાંથી હજારો દીવાઓથી ડાયમંડ બૂર્સ ઝળહળી ઉઠ્યું હતું. દિવાળી જેવા માહોલ ડાયમંડ બૂર્સ ખાતે જોવા મળ્યો હતો. -India News Gujarat

ડાયમંડ બૂર્સમાં ઓફિસ ધરાવનાર 4200 ઓફિસના માલિકોએ પરિવાર સાથે મહાઆરતીમાં ભાગ લીધો 

4200 ઓફિસના માલિકો અને તેમના પરિવારજનો મળી કુલ 10 હજાર કરતાં વધારે લોકો હાજર રહ્યા હતા. તમામ લોકોએ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કર્યા બાદ મહાઆરતીમાં ભાગ લીધો હતો. પરિવારના લોકોએ ડાયમંડ બૂર્સને જોયો ન હતો, તે જોઈને આનંદિત થયા હતા. તમામ વેપારીઓએ ભગવાન ગણપતિને પ્રાર્થના કરી હતી કે, સમગ્ર વિશ્વ માટે હીરા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ડાયમંડ્સ બને તેવી સફળતા આપજો.-India News Gujarat

Diamond Bourse ના ઓફિસ હોલ્ડરને પજેશન આપી દેવાયું

ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઇ જતાં તમામ ઓફિસ હોલ્ડરને પજેશન આપી દેવાયું છે. ફર્નિચર માટે ઓફિસ હોલ્ડરે ડાયમંડ બુર્સ કમિટિની પરવાનગી લેવાની હોવાથી 450થી વધારે હોલ્ડરોએ ફર્નિચર માટેની પરવાની માંગી પણ લીધી છે, ટૂંક સમયમાં તેમને પરવાનગી આપી દેવામાં આવશે.

‘સુરત ડાયમંડ બુર્સ એ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે, ત્યારે સમગ્ર વિશ્વને ડાયમંડ બુર્સ વિશે જાણી શકે તે માટે પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એક એજન્સી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ બધુ જ નક્કી છે. ડાયમંડ બુર્સનું ઉદ્ધઘાટન થાય તે પહેલા પ્રચાર કરવાનું શરૂ કરી દેવામાં આવશે.

દિવાળી પહેલા ઉદ્ઘટાન

ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમુક ઓફિસ હોલ્ડરો દ્વારા પરવાનગી લઈને ફર્નિચર કરવાની શરૂઆત પણ કરી દિધી છે. હવે પીએમ તારીખ આપે તેની રાહ જોવાઈ રહી છે. દિવાળી પહેલા જ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.-India News Gujarat

Surat Diamond Bourseની ખાસિયત 

  • કુલ 4200 ઓફિસ આવી છે ડાયમંડ બુર્સમાં
  • 5 જૂને Surat Diamond Bourseમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે.
  • તમામ ઓફિસના માલિક પ્રગટાવશે દિવા
  • 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે
  • દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. 
  • પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે.આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ 
  • અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી 
  • જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે.
  • સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
  • સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે
  • Surat Diamond Bourseની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે.
SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories