સુરત થયું બદસુરત!
ડાયમંડ સીટી સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ લેતું નથી. સુરતમાં છેલ્લા 15 દિવસોમાં 10 હત્યાના બનાવો સામે આવ્યા છે. જેમાં પાણીપુરીની લારી પર 2 ટપોરીઓએ યુવતીની છેડતી કરી વૃદ્વને મોતને ઘાટ ઉતારી દીધો તો રાંદેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતા 4 હત્યારાઓએ સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી હતી. જયારે રાંદેરમાં ઘોળે દિવસે જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા યુવકની જુની અદાવતમાં હત્યા કરાઈ હતી.
આ સિવાયના 5 હત્યાના બનાવોમાં પત્ની, પતિ અને 2 પાડોશીઓ હત્યારો નીકળ્યા છે. જેમાં ગૃહમંત્રીના કોટુબિંક કાકાની પણ હત્યા થઈ હતી. તે ઉપરાંત ઉધનામાં એક મહિલાની લાશ મળી હતી. તેમજ વરાછામાં પણ બે દલાલો વચ્ચે ઝગડો થતાં એકની હત્યા થઈ હતી. હવે સવાલ એ થાય છે કે ગૃહમંત્રીનો પરિવાર જ જો સુરક્ષા માટે વલખાં મારતો હોય તો સામાન્ય માણસની જવાબદારી કોણ લેશે ? – India News Gujarat
ગુનેગારો દે ધનાધન
એક સમય હતો કે જ્યારે હત્યાનો બનાવ બનતો ત્યારે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની જતો હતો. જેમ જેમ સમય આગળ વધવા લાગ્યો તેમ તેમ આ પ્રકારના બનાવો વધતા અનેક પ્રકારના સવાલો લોકોમાનસના પટમાં છવાયા લાગ્યા. જો કે જ્યાં સુધી વાત સુરતની છે ત્યારે છેલ્લા દસદિવસમાં જે મોતનું તાંડવ જોવા મળ્યું તેને જોતા પોલીસ પણ જાણે તોબા પોકારી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કે એક વાત એ પણ છે કે કોઈ પણ પ્રકારની મોડસ ઓપરેન્ડી કે કોઈ પણ પેટર્ન આ હત્યા પાછળ નથી. વઘુમાં કોઈ ગેંગ સક્રિય હોય તેવી પણ ઘટના સામે આવી નથી. મતલબ સાફ વાત છે કે મોટાભાગની હત્યાઓ અંગત અદાવત કે આક્રોશના કારણે બની છે જેના કારણે પોલીસતંત્ર માટે પણ પડકાર ઉભો થઈ ગયો છે. – India News Gujarat
ઉપરાછાપરી હત્યાના બનાવો – India News Gujarat
03-02-2022
પરવટનગરમાં 2 ટપોરીઓએ પાણીપુરી ખાતી યુવતિની છેડતી કરી અને ઠપકો આપતા વૃધ્ધની હત્યા કરવામાં આવી
05-02-2022
અડાજણમાં ગૃહમંત્રીની કૌટુંબિક કાકા મહેશભાઈ સંઘવી કે જેમની ઉંમર આશરે 63 વર્ષ હતી જેમની લીફ્ટમાં જવા જેવી સામાન્ય બાબતમાં માથાકુટ કરી પાડોશીએ કરી નાખી હત્યા.
06-02-2022
લાલગેટ પાસે ભાવેશ સોલંકીની ગળેટુંપો આપી પત્નીએ જ પોતાના પતિની કરી નાખી હત્યા
06-02-2022
રાંદેર ગાયત્રી સર્કલ પાસે જાહેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતા સિક્યુરીટી ગાર્ડ રવિ ઉર્ફે બંટીની હત્યા કરાઈ
10-02-2022
પાંડેસરા વડોદ જગન્નાથ સોસાયટીમાં સાલુ વર્માં નામના યુવાનની હત્યા
11-02-2022
કાપોદ્રામાં વતન જવાના ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા
13-02-2022
રાંદેરમાં ઘોળે દિવસે જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા યુવકની જુની અદાવતમાં હત્યા કરાઈ હતી
14-02-2022
વરાછા પોલીસની હદમાં હિરાબજારમાં ટેબલ મુકવા જેવી સામાન્ય બાબતે આપાભાઈ ધાંધલની ફટકા મારીને હત્યા
15-02-2022
ઉધનામાં જેપી મીલ પાસે ખંડેરમાંથી મહિલાનું મોઢું છુંદેલી લાશ મળી
15-02-2022
પાંડેસરામાં દારૂના અડ્ડા પર બાઈટિંગ મુદ્દે ઝધડો થતાં વસીમ હત્યાની આશંકા
16-02-2022
ફરીયાદી શ્રીના દિકરો ઉ.વ-૧૧ નાને આરોપી શાહબુદ્દિન S/O અજમલીમીંયા અંસારી નાને ફરીયાદીએ જમવા ખાનાવાડ બંધ કરી દેતા અને તે ફરીયાદીની પત્નિને તેની સાથે ભાગી જવા દબાણ કરતો હોવાથી ફરીયાદીની પત્નિ તેના વશમાં નહિ થતા તેની અદાવત રાખી ફરીયાદીના દિકરા ઉ.વ-૧૧ ને તેની સ્કુલમાંથી રૂમ ઉપર લઇ આવી કોઇ બોથડ વસ્તુથી કપાળ ઉપર ઇજા કરી તેનુ મોત નિપજાવી નાશી છુટ્યો હતો
પોલીસ કમિશનરનો દાવો:
2021ના 85% ગુના ઉકેલ્યા, મોટાભાગે હત્યા પારિવારિક તથા આડાસંબંધોમાં થાય છે
જાન્યુઆરીમાં હત્યાની 2 ઘટના જ્યારે ફેબ્રુઆરીમાં 11 થઈ, મોટાભાગના કેસ ઉકેલાયા
શહેરમાં વધતી ગુનાખોરી ડામવા માટે શહેર પોલીસ કમિશનર અજય તોમરે તમામ પોલીસ સ્ટેશનોમાં પીકઅપમાં સાંજે 6 થી 8 પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે. એટલું જ નહિ પોલીસ અધિકારીઓ પર પોતાના વિસ્તારોમાં રાત્રે 8.30 થી 10.30 સુધી પેટ્રોલિંગ કરશે. ગયા વખતે એટલે વર્ષ 2021માં ડિટેકશનની વાત કરીએ તો 84 ટકા ગુનાઓ ઉકેલી નાખ્યા છે. જેમાં હત્યા અને લૂંટના તમામ ગુનાઓ ઉકેલી નાખ્યા છે, એવી જ રીતે આ વર્ષની એટલે વર્ષ 2022ની વાત કરીએ તો જાન્યુઆરીમાં બે હત્યાના બનાવો બન્યા છે. ત્યાર પછીના ફેબ્રુઆરીમાં 11 હત્યાના બનાવો બન્યા છે.
આ હત્યાના બનાવો પૈકી મોટેભાગના ગુનાઓ ડિટેકટ કરી લીધા છે. મોટેભાગે હત્યાના બનાવોમાં ફેમિલી પ્રોબ્લમ, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, આડાસંબધો અને પાડોશી સાથેના ઝઘડાઓમાં થતા હોય છે. સૌથી વધારે ગુજ્સીટોકના કેસો પણ સુરત પોલીસે કર્યા છે. પોલીસ કમિશનર અજય તોમરે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત ડ્રગ્સના પણ ઘણા કેસો કર્યા છે. જેમાં હજુ આરોપીઓને જામીન મળી શકયા નથી. – India News Gujarat
સામાજીક વિચારસરણી પર કામ થવું જરૂરી
આશા રાખીએ કે સુરત પોલીસની એક ધાક ગુનેગારો પર છવાયેલી રહે અને આગળના સમયમાં સુરત ખુબસુરત બનીને નીખરી આવે. અહીં માત્ર સરકાર અને પોલીસ જ નહીં પણ સાથે સાથે સામાજિક વ્યવસ્થાઓ અને ખાસ કરીને વડીલો અને સામાજીક આગેવાનો જો ભેગા મળી સમાજમાં સંસ્કારનું સિંચન કરશે તો જ માત્ર યુવાપેઢિ એક સાચી દિશામાં આગળ વધી શકશે.
તમે આ પણ વાંચી શકો છો – SURAT હિબકે ચડ્યું, માસુમ GRISHMA ની અંતિમયાત્રા નીકળી – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો – Corona Vaccine Antibodies: क्या वैक्सीन ने कोरोना संक्रमण से ज्यादा बढ़ाई है इम्यूनिटी?