HomeGujaratસુરતના ખેડૂત પરિવારે કોરોના યોદ્ધાઓની કરી અનોખી સેવા

સુરતના ખેડૂત પરિવારે કોરોના યોદ્ધાઓની કરી અનોખી સેવા

Date:

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આ મહામારીના સમયમાં મોટી સંખ્યામાં લોક મદદ કરવા આગળ આવી રહ્યાં છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારના એક ખેડૂત પરિવારે કોરોના યોદ્ધા એવા આરોગ્ય કર્મચારીઓને પોતાના ઘરે 60 દિવસ સુધી રાખીને તેમની જરૂરીયાત પુરી પાડીને અનોખી સેવા કરી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવતી 7 સ્વાસ્થ્યકર્મી બહેનોને આ પરિવારે આશરો આપ્યો હતો.

સૂરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા ડીંડોલી ગામ સ્થિત થાણા ફળિયામાં રહેતા પ્રકાશ એમ લાડે જણાવ્યું હતું કે આજની જે કોરોના વાઇરસ મહામારી ચાલી રહી છે આવા સમયમાં સ્વાસ્થયકર્મીઓની આવી રીતે મદદરૂપ થઇ દેશ માટે સેવા રૂપ થઈ શકે છે . આ મહિલા સ્વાસ્થ્ય કર્મચારીઓ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે જ્યારથી કોરોના વાઇરસ બીમારી ચાલુ થઇ ત્યારથી અન્ય જિલ્લાઓમાંથી કામ કરવા માટે આવતી સ્વાસ્થ્ય કર્મી મહિલાઓને તેમના ગામમાં જ રહેવા અથવા શહેરમા રહેવા માટે કહેવામાં આવતા મહિલાઓ ચિંતામાં મુકાઈ ગયી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના લોકોને આગ્રહ કરી કહ્યું હતું કે લોકો એક બીજાની મદદ કરે અને આવા કપરા સમય એકબીજાને મદદરૂપ થાય.

SHARE

Related stories

Latest stories