Surat મહાનગરપાલિકા તાપી નદી પર કરોડોના ખર્ચે બનાવશે Conventional Barrage Project
Surat મહાનગરપાલિકાનો મહત્વ પૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. શહેરમાં હવે આગામી 100 વર્ષ સુધી પાણી સમસ્યાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે એટલું જ નહીં, Surat ભરના લોકોને પાણીની અછત 100 વર્ષ સુધી નહીં સર્જાય. આ માટે Surat મહાનગરપાલિકા તાપી નદી પર કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટને (Surat Conventional Barrage Project) લઈને વાતો સામે આવી છે.
સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બેરેજ બનાવવાનું નક્કી કર્યું છે. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાંમળતી હતી .જેના કારણે કરોડો લિટર પાણી સમુદ્રમાં ઠલવાઇ જતું હતું .ખાસ કરીને મોનસુન સમયમાં પીવાલાયક પાણી સમુદ્રમાં જતું હતું. મોનસુનના પાણીને કઈ રીતે સ્ટોરેજ કરી શહેરીજનોને પીવાલાયક પાણી આપી શકાય તે વિચાર સાથે સુરત મહાનગરપાલિકા તાપી નદી પર કરોડોના ખર્ચે બેરેજ બનાવશે.-India News Gujarat
શું છે નવી કનેક્ટિવિટી
- અંદાજે 972 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી કનેક્ટિવિટી ઉભી કરવામાં આવશે .જેથી કરીને સુરતના વિકાસ માટે મહત્વનું બની રહેશે.
- છેલ્લા 100 વર્ષના ડેટા એકઠા કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
- બેરેજમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. સૂંઢથી ભાઠા વચ્ચે 1036 મીટરનો બેરેજ બનાવવામાં આવશે.
- બેરેજમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. જેમાં એક ગેટ 15/7 મીટરનો એક ગેટ હશે અને તે દોઢ મીટર જેટલો પાણીમાં હશે.
10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે
- સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી કન્વેશનલ બેરેજ થકી રૂઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે.
- સરોવરમાં 1700 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે.
- આ પ્રોજેક્ટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે.
- તાપી નદી 12 માસે મીઠા પાણીથી ભરાયેલા રહેતા શહેરના ભૂગર્ભ જળની ક્વોલિટી સુધરશે. તે
- મજ બેરેજના કારણે તાપી નદીમાં બાકી રહી ગયેલા પાળા પણ બની જશે.-India News Gujarat
તમે આ વાંચી શકો છો: RECRUITMENT:રાજ્યમાં કરાશે શિક્ષકોની ભરતી
તમે આ વાંચી શકો છો: Surat : વેકેશનમાં કોર્પોરેશને સોમવારની રજા પણ રદ્દ કરી