HomeCorona UpdateSurat Corona Update:શહેરમાં ચાર દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી-India...

Surat Corona Update:શહેરમાં ચાર દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી-India News Gujarat

Date:

Surat Corona Update :કોરોના વાયરસનું સંક્રમણ ઘટી જતા હોસ્પિટલો ખાલીખમ-India News Gujarat

  • Surat Corona Update: સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે.
  • છેલ્લા 4 દિવસમાં સિટી અને જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
  • Surat: શહેર અને જિલ્લામાં કોરોનાની (Corona) ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે.
  • વિતેલા 4 દિવસમાં સિટી અને જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.
  • હોસ્પિટલ કોરોના દર્દીથી ખાલીખમ બની છે. છેલ્લા 5 દિવસથી એકપણ દર્દીનું મોત થયું નથી.
  • જ્યારે એક્ટિવ કેસ 3 પર સ્થિર છે. કોરોના સંક્રમણ ફરી ન ફેલાય તે માટે રસીકરણ ૫ર ભાર મૂકાઈ રહ્યો છે.

Surat Corona Update: અત્યાર સુધી મા કેટલા કેસો ઝપેટ મા આવી ચુક્યા છે?

  • સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2,05,016 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
  • કુલ 1224 લોકોના મૃત્યુ થય છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે હાલ શહેર જિલ્લામાં 3 એક્ટિવ કેસ છે.ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર પહોંચી ગયો છે.
  • કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોના મુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
  • ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2,02,773 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42261 લોકોનો સમાવેશ થાય છે.
  • હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.00 ટકા જ છે.
  • જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો.
  • છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.00 ટકા થઇ ગયો છે.

Surat Corona Update: ત્રીજી લહેર મા શું હાલ હતો સુરત શહેર નો ? 

  • ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા.
  • છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઈ રહ્યા હતા. નોંધનીય છે કે, 12 વર્ષથી વધુની વય ધરાવતા બાળકોમાં હાલ વેકસીનેશન કામગીરી ધીરી પડી છે.
  • શાળાઓમાં પરીક્ષા, પરિણામ અને વેકેશનને પગલે વિદ્યાર્થીઓના સેકન્ડ ડોઝમાં વિલંબ આવી રહ્યો છે.
  • જોકે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ સેન્ટરો ઉભા તો કરવામાં આવ્યા છે, પણ ઉનાળા વેકેશનને કારણે વિદ્યાર્થીઓને ટાર્ગેટ પ્રમાણે સેકન્ડ ડોઝ નથી મળી રહ્યા.
  • ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં વેકસીનેશન પર ફરી એકવાર ફોક્સ કરવામાં આવશે.
  • કોરોનાના કેસો કાબુમા આવ્યા તે માટે મોટા પાયે થનાર વેકસીનેશન કારણભૂત છે.
  • જોકે ફરી વિદ્યાર્થીઓના સેકન્ડ ડોઝ તેમજ સિનિયર સિટીઝનોના બુસ્ટર ડોઝ માટે કામગીરી સઘન બનાવવામાં આવશે.
SHARE

Related stories

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ...

International Luxury Brand Styliston : ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો : INDIA NEWS GUJARAT

ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો વેસુ...

Latest stories