HomeGujaratSurat Budget 2024-25: સુરત મહાનગરપાલિકા કમિશનર 8717 કરોડનું બજેટ રજૂ કર્યું -...

Surat Budget 2024-25: સુરત મહાનગરપાલિકા કમિશનર 8717 કરોડનું બજેટ રજૂ કર્યું – INDIA NEWS GUJARAT

Date:

Surat Budget 2024-25: કેપિટલ કામો માટે 4,121 કરોડની જોગવાઈ

8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ પાલિકા કમિશનરે આજે જાહેર કર્યું છે.
સુરત મહાનગર પાલિકાનું (SMC) વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ (Budget) આજે સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું. દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસમાટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ વર્ષમાં રૂપિયા 4 હજાર કરોડથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે. પહેલીવાર છે. સુરત મહાનગર પાલિકા કમિશ્નરે વર્ષ 2024-25 માટે 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જે અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ બની ગયું છે.

Surat Budget 2024-25: કોઈ પ્રકારના વેરામાં વધારો નથી કરાયો

ઝડપથી વિકાસ પામતા સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4121 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. પાલિકાના કમિશનરને જાહેર કર્યું કે, આ વર્ષે પહેલી વખત સુરત મહાનગર પાલિકાની રેવન્યું આવક 5000 કરોડને પાર કરશે. અંદાજ અનુસાર રેવન્યુ આવક 5025 કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ 4597 કરોડ પર પહોંચશે
પાલિકા કમિશનરે આ બજેટને વિકાસ લક્ષી ગણાવ્યું હતું.

આગામી દિવસોમાં સુરતના વિકાસ માટે પહેલીવાર ચાર હજાર કરોડ થી વધુની જોગવાઈ કરી છે. આગામી વર્ષ લોકસભાની ચુંટણીનું હોવાથી અંદાજ પ્રમાણે વેરામાં કોઈ પ્રકારનો વધારો જાહેર કરવામાં આવ્યો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ બજેટમાં જાહેર કરવામાં આવી છે.

તમે આ પણ વાચી શકો છો :

Land for Job Case: બધાની નજર લાલુ યાદવ પર ટકી

તમે આ પણ વાચી શકો છો :

Tharoor on Nitish: શશિ થરૂરે સાધ્યું નિશાન નીતિશ કુમાર પર

SHARE

Related stories

Latest stories