HomeGujaratSurat Bags Cleanest City Tag : સુરતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વગાડ્યો ડંકો સ્વચ્છ...

Surat Bags Cleanest City Tag : સુરતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વગાડ્યો ડંકો સ્વચ્છ શહેરોમાં ઈન્દોર સાથે મેળવ્યો નંબર વનનો રેન્ક ત્રણ વર્ષથી બીજા નંબરે રહેતા સુરતને મળી મોટી સફળતા રાષ્ટ્રપતીના હસ્તે મેયર અને કમિશ્નરે એવોર્ડ સ્વીકાર્યો – India News Gujarat

Date:

Surat Bags Cleanest City Tag : દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2023 માટે યોજાયેલા કાર્યક્રમમાં દેશભરનાં શહેરોના રેન્ક જાહેર કરાયો તેમાં નંબર વનનો રેન્ક મળ્યો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્કસથી જ નંબર વનનો ખિતાબ મેળવતા રહી ગયું હતું. ત્યારે આ વર્ષે ઈન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સફળતા મળી છે.

Surat Bags Cleanest City Tag : નંબર વન નો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મળી

  • દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ડ્રોપતી મુરમુની અધ્યક્ષતામાં દેશભરના સ્વરચ્છ શહેરોને રેન્કિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતને મધ્યપ્રદેશના ઈન્દોર સાથે સયુક્ત રીતે નંબર વન નો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે.
  • દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટસ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યાં હતાં.
  • સુરતનો નંબર આવતાં ગર્વ વ્યક્ત કરતાં મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતાં હતા.
  • જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે. જેથી આ રેન્કના આપણે હક્કદાર બન્યા છીએ.
  • જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું. સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસીસીસ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
  • ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના આપી હતી. સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.
  • તમામ લોકોએ સુરતને છેલ્લા ત્રણ વર્ષથી જે પીછેહટ મળતી તેમાં અગાઉથી કરેલી તૈયારીઓ અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબરને યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી.
  • સાથેજ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટિલે પણ સુરતને મળેલા આ સન્માન બદલ સૌ સુરતીઓને અને પાલિકા ના પદાધિકારી સહિત કર્મચારી અને અધિકારીને અભિનંદન આપ્યા હતા સાથેજ પ્રધાનમંત્રી ના સંદેશ બાદ દેશભરમાં શરૂ થયેલા સ્વરચ્છતા કાર્યને આ સફાળતા માટે કારણભૂત હોવાનું અને તમામ શ્રએ પ્રધાનમંત્રીને આપ્યો હતો..

દિવસમાં 2 વખત ફોરનલેન રોડની સફાઈ

  • સુરતને સફળતા મળવા પાછળ રોજ સુરતના 4 લેન રોડની મશીનથી બે વાર સફાઈ થાય છે. સ્વિમિંગ મશીનથી દિવસમાં 2 વખત ફોરનલેન રોડની સફાઈ કરવામાં આવી રહી છે.
  • આ ઉપરાંત ટેક્સટાઈલ, ડાયમંડ માર્કેટ સહિતના કોમર્શિયલ એરિયામાં સ્વિપિંગ કામગીરી પર ભાર મૂકાયો છે.

તમે આ પણ વાચી શકો છો :

Hrithik Roshan Birthday :માતા-પિતાએ રિતિકને તેના 50માં જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી

તમે આ પણ વાચી શકો છો :

Golden Globe Awards 2024 : ટેલર સ્વિફ્ટથી લઈને સેલેના ગોમેઝ સુધી કોણે શું પહેર્યું હતું, જાણો અહીં

SHARE

Related stories

Latest stories