HomeGujaratSurat Airport : સુરત એરપોર્ટથી શા માટે નાખુશ છે હવાઈ યાત્રા કરતા...

Surat Airport : સુરત એરપોર્ટથી શા માટે નાખુશ છે હવાઈ યાત્રા કરતા મુસાફરો ?-India News Gujarat

Date:

Surat Airport : સુરત એરપોર્ટથી શા માટે નાખુશ છે હવાઈ યાત્રા કરતા મુસાફરો ?-India News Gujarat

Surat Airport પર બહારના પ્રવાસીઓ માટે પણ ગંભીર પડકારો છે, ખાસ કરીને જો તેઓ મોડી રાત્રે આવે છે. એરપોર્ટે પ્રવાસીઓને પ્રી-પેઇડ કેબ સેવાઓ ઉભી નથી કરી શકાઈ. જે દેશના મોટાભાગના એરપોર્ટ પર સરળતાથી ઉપલબ્ધ છે.

  • સુરત શહેર હીરા (Diamond ) અને કાપડનું (Cloth ) શહેર છે. તે ગુજરાતનું આર્થિક પાવરહાઉસ (Power house ) પણ છે, પરંતુ ભારતના અન્ય રાજ્યોના મુલાકાતીઓ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરતા પ્રવાસીઓ હકારાત્મક છાપ છોડવામાં નિષ્ફ્ળ સાબિત થયું છે.
  • ખાસ કરીને સુરત એરપોર્ટ “આંતરરાષ્ટ્રીય એરપોર્ટ”નું શીર્ષક ધરાવતું હોવા છતાં એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરત અને શારજાહ વચ્ચે એક જ ફ્લાઇટનું સંચાલન કરે છે. સુરત એરપોર્ટ દેશના અન્ય વિકસિત એરપોર્ટ કરતાં ઘણું પાછળ છે. કારણ કે હજી પણ સુરત એરપોર્ટ પર પેસેન્જર-ફ્રેન્ડલી મૂળભૂત સેવાઓ જેવી કે free WiFi, બેંક ATM, પેઇડ ટેક્સી સેવા તેમજ રનવે લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવી.

સુરત એરપોર્ટ પર વાઈફાઈની સુવિધા નથી

  • સુરત એરપોર્ટથી કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI778 ના પેસેન્જર  તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), સુરત એરપોર્ટ અને એર ઈન્ડિયાને ટ્વીટ કરીને જણાવ્યુ કે સુરત એરપોર્ટ પર વાઈફાઈની સુવિધા નથી.
  • જે એકદમ મૂળભૂત ઉપયોગિતા છે જે નાના રેલ્વે સ્ટેશનો પર પણ ઉપલબ્ધ છે. જો પેસેન્જરનું એરક્રાફ્ટ કેટલાંક કલાકો સુધી મોડું થાય છે, તો વાઇફાઇ વિના રાહ જોવી વધુ ત્રાસદાયક બની જાય છે.
  • જોકે આ મુદ્દે સુરત એરપોર્ટના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી આ ફરિયાદ મુદ્દે જવાબ આપીને જણાવવામાં આવ્યું છે કે મુસાફરોની સમસ્યાને દૂર કરવા તેઓ પ્રયત્નશીલ છે.

ATM ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સમજાવવામાં અસમર્થ રહી

  • રાજેશ મોદી અને કૌશિક દાસ જેવા અન્ય ઘણા લોકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી જ મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) પ્રવાસીઓને પૈસા ઉપાડવા અને અન્ય બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે ખાનગી અથવા જાહેર ક્ષેત્રની બેંકોને ATM ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સમજાવવામાં અસમર્થ રહી છે.

એરપોર્ટે પ્રવાસીઓને પ્રી-પેઇડ કેબ સેવાઓ ઉભી નથી કરી શકાઈ

  • સુરત એરપોર્ટ પર બહારના પ્રવાસીઓ માટે પણ ગંભીર પડકારો છે, ખાસ કરીને જેઓ મોડી રાત્રે આવે છે. એરપોર્ટે પ્રવાસીઓને પ્રી-પેઇડ કેબ સેવાઓ ઉભી નથી કરી શકાઈ. જે દેશના મોટાભાગના એરપોર્ટ પર સરળતાથી ઉપલબ્ધ છે. મુસાફરોએ તેમના ગંતવ્ય સ્થાન પર જવા માટે ઓલા અથવા અન્ય કેબ સેવાઓ અને ઓટો પર આધાર રાખવો પડે છે.  જેનું ભાડું પણ ખુબ મોંઘુ છે.
  • ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન રનવે પર વિઝિબિલિટીની સમસ્યાને કારણે, સુરત એરપોર્ટ પર ઉતરતી ફ્લાઈટ્સને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવે છે. સુરત એરપોર્ટ પર એરક્રાફ્ટ માટે સાધારણ એપ્રોચ લાઇટિંગ છે, જે ધુમ્મસ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એરપોર્ટની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. એરપોર્ટ સત્તાવાળાઓ અને AAI એ દૃશ્યતા સુધારવા માટે રનવે પર CAT-I લાઇટિંગ એપ્રોચ ઇન્સ્ટોલ કરવા પર હજી  સુધી ધ્યાન નથી આપ્યું.
SHARE

Related stories

Latest stories