દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટની કેટેગરીમાં surat airportને 32મો ક્રમ-India News Gujarat
દેશભરના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત surat airportનું રેન્કિંગ સુધર્યું છે. ગત વર્ષ કરતાં બે સ્થાન ઉપર આવી 32માં ક્રમે પહોંચ્યું છે. surat airport ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં દેશભરના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડવામાં આવી હતી.જેમાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને 32મું સ્થાન મળ્યું છે.
- રાજ્યનું સૌથી મોટું અમદાવાદ એરપોર્ટ 7મા ક્રમે
- સુરત ગત વર્ષ કરતાં 2 ક્રમ આગળ આવ્યું
ગયા વર્ષની સરખામણીમાં બે પોઈન્ટ વધુ છે કારણ કે તે પહેલા વ્યસ્ત એરપોર્ટની યાદીમાં surat airport 34માં ક્રમે આવતુ હતું. જ્યારે દિલ્હી પ્રથમ સ્થાને, મુંબઈ બીજા સ્થાને અને બેંગ્લોર એરપોર્ટ ત્રીજા સ્થાને છે. ગુજરાતનું સૌથી મોટું અમદાવાદ એરપોર્ટ સાતમાં ક્રમે આવ્યું છે.
surat airport ઉપરથી વર્ષ દરમિયાન કુલ 9,33,817 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેમાં સુરત 32મું સ્થાન ધરાવે છે. કોરોના કાળ બાદ surat airport ઉપર મુસાફરોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.
તમે આ પણ વાંચી શકો છો: PKના પદ પર લાગી મહોર
તમે આ પણ વાંચી શકો છો: સુંજવાન એન્કાઉન્ટરના CCTV ફૂટેજ આવ્યા સામે