Surat Airport : એરપોર્ટ પર એપ્રોચ લાઈટ સિસ્ટમ મુકવાની રજૂઆતો વર્ષોથી ટલ્લે ચડાવાઈ-India News Gujarat
- હવામાનમાં પલટાને કારણે વિમાનોને ડાયવર્ટ કરવા પડે છે અને હાલમાં વધી રહેલાં ઇંધણના ભાવ વધારાને જોતાં ફાલતું ઇંધણનો વપરાશ એરપોર્ટ શુલ્કના સંદર્ભમા એરલાઇન્સ કંપનીને નુકસાન પહોંચાડે છે
- Surat એરપોર્ટ(Airport) ડુમસના દરિયાકિનારાની (Beach) બિલકુલ નજીક આવેલું છે, જેને કારણે કુદરતી રીતે જ હવામાનમાં (Atmosphere) અચાનક પલટાઓ આવતાં રહે છે.
Surat Airport: ભૂતકાળમાં શું રજૂઆત થઇ હતી?
- સુરત (Surat) એરપોર્ટ(Airport) ખાતે એપ્રોચ લાઈટ અને કેટ -2 અથવા કેટ -3ની લેન્ડિંગ સિસ્ટમ મૂકવા માટે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ (Airport) ગ્રુપ દ્વારા ભૂતકાળમાં રજૂઆતો થઈ ચૂકી છે, પરંતુ એરપોર્ટ (Airpot) ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ રજૂઆતોને ટલ્લે ચઢાવી ધ્યાન આપતું ન હોવાથી ફરીવાર ગ્રુપ દ્વારા મુસાફરોના હિતમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે .
- સુરત એરપોર્ટને(Airport) એપ્રોચ લાઈટ અને કેટ -2 તેમજ કેટ -3ની લેન્ડિંગ સિસ્ટમની સુવિધા અપવા માટે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ(Airport) ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.
- જોકે ગ્રુપના અગ્રણી સભ્ય સંજય જૈને કહ્યું હતું કે આ મુદ્દે ભૂતકાળમાં પણ અનેકવાર રજૂઆતો કરાઈ છે, તેમ છતાં એરપોર્ટ(Airport) ઓથોરીટી ઓફ ઈન્ડિયા આ મહત્વના મુસાફરલક્ષી મુદ્દાને ધ્યાને લેવા તૈયાર નથી.
- સુરતનું એરપોર્ટ(Airport) ડુમસની દરિયાઈ પટ્ટી ઉપર આવેલું છે જેને કારણે કુદરતી રીતે જ હવામાનમાં અનેકોવાર પલટા આવતાં રહે છે.
Surat Airport: હવામાનમાં પલટાને કારણે વિમાનોને ડાયવર્ટ કરવા પડે
- હવામાનમાં પલટો આવતાંની સાથે જ પાઈલટ્સની દ્રશ્યતામાં ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે .
- જેને કારણે સમગ્ર વર્ષ દરમિયાન સુરત એરપોર્ટ પર હવામાન પ્રણાલીને ધ્યાને લઈ લાઈટિંગ સિસ્ટમ એવી રીતે ડિઝાઈન થવી જોઈએ, જેથી અવિરત કામગીરી થઈ શકે.
- જોકે વીઝીબીલીટીમાં ઘટાડો માત્ર શિયાળાના માસ પૂરતો જ નથી, પરંતુ તે કોઈપણ સમયે થઈ શકે છે.
- હવામાનમાં પલટાને કારણે વિમાનોને ડાયવર્ટ કરવા પડે છે અને હાલમાં વધી રહેલાં ઈંધણના ભાવ વધારાને જોતાં ફાલતું ઈંધણનો વપરાશ એરપોર્ટ શુલ્કના સંદર્ભમાં એરલાઈન્સ કંપનીને નુકસાન પહોંચાડે છે.
- એરપોર્ટ(Airport) ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે પણ ફલાઈટ ડાયવર્ઝનના વાર્ષિક ડેટા છે.
Surat Airport: વર્ષે કેટલા પ્રવાસી એરપોર્ટ નો ઉપયોગ કરે છે?
- હાલમાં એએઆઈ ટર્મિનલ અને રન – વેની ક્ષમતા વિસ્તરણ ૫ર લગભગ 450 કરોડ ખર્ચાવા જઈ રહ્યાં છે, ત્યારે મુસાફરોની સલામતી માટે રન – વે એપ્રોચ લાઈટ્સ અને સીએટી -2 સિસ્ટમ માટે ચોક્કસપણે અમુકઅંશે ચોક્કસ ભંડોળ આપી શકાય તેમ છે.
- વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ(Airport) ગ્રુપ સુરત દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું સીએટી 2 સિસ્ટમ માટે ચોક્કસ નક્કર પગલાં લઈ તે સમસ્યાને તાકીદે નિવારણ લાવવા સહિત સકારાત્મક પગલા ભરવા માટેની માંગણી કરી છે.
- વર્ષ 2016-17માં સુરત (Surat) એરપોર્ટ(Airport) ખાતે 1.76 લાખ મુસાફરો નોંધાયાં હતા, જ્યારે ત્યારપછીના સમયમાં એટલે 2022-23માં તે વધીને 20 લાખ જેટલી મુસાફરોની સંખ્યા થવાની ધારણાં છે.
- આ સિવાય પણ આગામી વર્ષ 2024-25માં સુરત(Surat) એરપોર્ટ (Airport) વાર્ષિક 4 મિલિયન મુસાફરોવાળું એરપોર્ટ બનશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
- વી વર્ક ફોર વર્કિંગ ફોર એરપોર્ટ (Airport) સુરતના (Surat) સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અંદાજે 90 હજારથી વધુ સભ્યો છે અને આ તમામ છેલ્લાં ઘણાં સમયથી એર કનેક્ટિવીટી સંબંધિત મુદ્દાઓ ઉઠાવે છે.
તમે પણ આ વાંચી શકો છો –
Cardless Cash Withdrawal-રિઝર્વ બેન્કે કરી આ મોટી જાહેરાત
તમે પણ આ વાંચી શકો છો –
LRD recruitment exam :10 એપ્રિલે યાજાશે LRDની પરિક્ષા : ગૃહ રાજ્યમંત્રીએ પાઠવી શુભકામનો