Sumul Ghee Fraud Case : સુમુલ ડેરી ના લીગલ અધિકારી ને ડુપ્લીકેટ ઘી બાબતે મળી હતી માહિતી. લીગલ અધિકારી ની ફરિયાદ ના આધારે તપાસ કરતા ડુપ્લીકેટ ઘી મળી આવ્યું. જૂની શક્તિ વિજય માં અરિહંત કિરાણા માં વહેંચાતુ હતું. ઘી પોલીસે બે દુકાન માલિક બે ભાગીદાર અને ઘી આપનાર ને ઝડપી પાડયા. પોલીસે 500 મિલી ના 12 ડુપ્લીકેટ ઘી ના પાઉચ કબ્જે કર્યા વરાછામાં સુમુલના નકલી ઘી સાથે 2 દુકાનદારની ધરપકડ.
બનાવટી ઘી વેચાઈ રહ્યું હોવાનું સામે આવતા દુકાનદારની ધડપકડ કારવમાં આવી
વરાછામાં અરિહંત કિરાણા અને ગાંધી કિરાણા એન્ડ ડાયફ્રૂટ હોલસેલ દુકાનમાં સુમુલ ડેરીના સ્ટાફે વરાછા પોલીસને સાથે રાખી રેડ કરી હતી. પોલીસે પાલિકાના ફૂડવિભાગની મદદ લીધી હતી. જેમાં બનાવટી ઘી વેચાઈ રહ્યું હોવાનું સામે આવતા દુકાનદારની ધડપકડ કારવમાં આવી છે.
Sumul Ghee Fraud Case : કિરાણાની દુકાન માંથી 1 લિટરના 7 અને 500 મિલીના 5 પાઉચ મળી આવ્યા
સુમુલ ડેરીના અધિકારીઓને મળેલી માહિતી મુજબ ડુપ્લિકેટ ઘી વેચતા દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસની મદદથી દરોડો પાડવ્મા આવતા કિરાણાની દુકાન માંથી 1 લિટરના 7 અને 500 મિલીના 5 પાઉચ મળી આવ્યા હતા. સુમુલ શુધ્ધ ઘીના નકલી 12 પાઉચ મળી રૂ. 5890 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે સુમુલ ડેરીના લીગલ ડિપાર્ટમેન્ટના કર્મી દિપેશ ભટ્ટએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે દુકાનદાર મનુ વશરામ ગજેરા અને સાવલારામ અંબારામ ચૌધરીની સામે કોપીરાઇટ, ઠગાઈની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સુમુલનું નકલી ઘી સુનિલ નામનો ઈસમ આપી જતો હતો. જોકે માત્ર ફોન નંબર હતો. સુમુલ શુધ્ધી ઘીનું પાઉચ આવે છે. તે પ્રમાણેના લોગો સાથેનું નકલી પાઉચ બનાવી વેચાણ કરતા હતા. નકલી ઘીમાં ટોળકીએ સુમુલ ડેરીનો લોગો, ટ્રેડ માર્ક તથા FSSAI નંબર તેમજ એગમાર્ક લોગોનો ઉપયોગ કર્યો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
MahaShivratri: મહારાષ્ટ્રના ઝાઈ માં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી