HomeGujaratજેસોર રીંછ અભ્યારણ્યમાં ઉનાળાની ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે કરાઈ પાણીની વ્યવસ્થા

જેસોર રીંછ અભ્યારણ્યમાં ઉનાળાની ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે કરાઈ પાણીની વ્યવસ્થા

Date:

ડીસાઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીની લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે વન્ય જીવોને પાણી માટે રઝળપાટ ના કરવી પડે તે માટે તંત્ર દ્વારા પાણીની જંગલ વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના જેસોર રીછ અભ્યારણ્યમાં વન્યા પ્રાણીઓ માટે પાણીના કુંડોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે.

રાજ્ય ભર માં ઉનાળા ની કાળઝાળ ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ની સમસ્યા ઉભી થઇ છે ત્યારે બનાસકાંઠા ના અમીરગઢ તાલુકા ના જેસોર રીંછ અભયારણ્ય માં વન્ય પ્રાણી ઓ પાણી ની તકલીફ ન પડે તે હેતુ થી તંત્ર દ્વારા જંગલ વિસ્તારમાં વ્યવસ્થા કરાઈ છે.અમીરગઢ તાલુકા નું જેસોર રીંછ અભયારણ્ય 180 ચો.કી. મી માં પથરાયેલું છે ત્યારે આ જંગલ વિસ્તારમાં રીંછ,દીપડા,નીલગાય સહિત અનેક વન્ય જીવો વસવાટ કરે છે ત્યારે જંગલ વિસ્તારમાં કુદરતી પાણી ના સ્ત્રોત માં પાણી ગરમી સાથે નહીંવત જણાઈ રહ્યું છે જોકે વન્ય પ્રાણી ઓ ગરમી દરમિયાન પાણી માટે રઝળપાટ ના કરવું પડે તે માટે વન વિભાગ દ્વારા કૃતિમ બનાવેલા પાણી ના કુંડો માં પવન ચક્કી,પાણી ના ટેન્કર મારફતે પાણી ભરવા માં આવી રહ્યું છે જે વન્ય પ્રાણી ઓ રાત્રી ના સમય પાણી પીતા નજર પડી રહ્યા છે.

 

SHARE

Related stories

Latest stories