Suicide Or Attack?: ડિંડોલીમાં ફુડલવર રેસ્ટોરન્ટના કારીગરે કોઈ અંગત કારણસર જાતે પોતાના ગળું ચપ્પુથી કાપી આપઘાતની કોશિશ કરી પોલીસને મોબાઇલની લૂંટ થઈ હોવાનું તરકટ કર્યુ હતું. આ ઘટનામાં ડિંડોલી પોલીસે લૂંટ અને હત્યાની કોશિશનો ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં રહેતા લારીવાળા અને મજૂરોને લાવી પૂછપરછ કરી છતાં કોઈ કડી હાથ લાગતી ન હતી.
આત્મહત્યાનો પ્રયાસ કરતાં સ્વરપેટી કપાઇ
થોડા દિવસ પહેલા હોટલ કર્મચારીની ગળાના ભાગે ચપ્પુ જેવા હથિયાર થી ઘાયલ હાલતમાં મળી આવવાની ઘટનાનો ભેદ ઉકાળવામાં આવ્યો છે. મૂળ ઝારખંડના કિશુન રવિદાસને અંગત પ્રોબ્લેમ હતો. જેના કારણે તે ટેન્શનમાં રહેતો હતો. તેણે રેસ્ટોરન્ટની પાછળ ખેતરમાં જઈ પોતાનો મોબાઇલ તોડી નાખી ફેંકી દીધો હતો અને પછી શાકભાજી કાપવાના ચપ્પુ વડે પોતાનું ગળું કાપી નાખ્યું હતું.પોલીસે મોબાઈલનું સીડીઆર લીધું ત્યારે લૂંટના 3 દિવસ પહેલા કારીગરનો મોબાઈલ ફોન બંધ હતો. જ્યાંથી પોલીસને કડી હાથ લાગી હતી. પછી પોલીસે એક પછી એક કડી મળતા આખરે ગુનો ઉકેલાયો હતો.
દરમિયાન એક કારીગર પેશાબ કરવા જતા તેને બેભાન હાલતમાં કારીગર પડેલો જોઇ પોલીસને જાણ કરી હતી. ડિંડોલી પોલીસે ત્યાં આવી શ્વાસ ચાલતો હોવાનું લાગતા તાત્કાલિક કારીગરને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા સમસસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. કારીગર કિશુનની શ્વાસનળી અને સ્વરપેટી કપાય જતા તે બોલી શકતો ન હતો.
Suicide Or Attack?: પોલીસે મોબાઇલ સીડીઆર ચેક કરતાં ભેદ ખુલ્યો
પોલીસે તેને નોટ-પેન આપી ઘટના શું બની હતી તે બાબતે લખી આપવા કહ્યું હતું. આથી કારીગરે કાગળમાં લખ્યું કે હું રેસ્ટોરન્ટની બહાર મોબાઇલ પર વાત કરતો કરતો પેશાબ કરવા ગયો ત્યારે બે અજાણ્યાએ મારો મોબાઇલ લૂંટી ચપ્પુથી હુમલો કર્યો હતો. આથી ડિંડોલી પોલીસે લૂંટની દિશામાં તપાસ શરૂ કરી જેમાં પોલીસે તેના હમવતની ઝારખંડના 24 કારીગરોને લાવી 48 કલાક સુધી પૂછપરછ કરી છતાં કોઈ કડી મળી ન હતી. પછી પોલીસે કારીગર કિશુનનો મોબાઇલની સીડીઆર તપાસ કરાવી જેમાં તે વાત કરતી વેળા મોબાઇલ લૂંટ થઈ હોવાનું કહ્યું જો કે સીડીઆરમાં તેનો ભાંડો ફુટી ગયો હતો. આ અંગે ડિંડોલી પોલીસના પીએસઆઈ હરપાલસિંહ મસાણીની ટીમે ઉંડાણપૂર્વક તપાસ કરી જેમાં કારીગરની સાથે લૂંટ નહિ પરંતુ તેણે જાતે આપઘાતની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી