જય જવાન નાગરિક સમિતિને students દ્વારા આપવામાં આવી દાનની રકમ-India News Gujarat
સુરત મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ઈશ્વર પેટલીકર નાગરિક પ્રાથમિક શાળાના students એ જન્મદિવસે ચોકલેટ વહેચવાને બદલે રકમ એકત્ર કરી વીરજવાનોના પરિવાર માટે students donate કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક ૧૬ ના studentએ પોતાના જન્મદિવસે ચોકલેટ વહેચવાને બદલે શહીદાંજલી બોક્ષમાં રકમ એકત્ર કરી હતી. આજ રોજ આ બોક્ષમાં એકત્ર થયેલા રૂ.12 હજાર ની રકમ જય જવાન નાગરીક સમિતિ સુરતને વીરજવાનોના પરીવારને આપવા માટે students donated એ અર્પણ કરી છે. ઈશ્વર પેટલીકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય વૈશાલીબેન સુતરીયા તથા શિક્ષિકા હંસાબેન પટેલ અને studentsએ જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી કાનજીભાઇ ભાલાળા તથા રમેશભાઈ વાઘાણીની મુલાકાત લઇ રકમ જમા કરાવી હતી.-India News Gujarat
કારગીલ યુધ્ધ વખતે થઇ હતી સ્થાપના-India News Gujarat
કારગીલ યુધ્ધ વખતે સુરત શહેરમાં કાનજીભાઇ ભાલાળા સહિતના અગ્રણીઓ દ્વારા જય જવાન નાગરિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થામાં શહેરના હીરા ઉદ્યોગ સહિત અનેક નાના વર્ગના લોકોએ પણ યથાશક્તિ દાન આપ્યુ છે અને આ એક માત્ર એવી સંસ્થા છે કે જેમાં ખર્ચનું ખાતુ જ નથી. જે રકમ દાનમાં મળે છે તે તમામ રકમ શહીદોના પરિવારોને આપવામાં આવે છે.-India News Gujarat
જય જવાન નાગરિક સમિતિએ શહીદોના પરિવારને રૂ.5.16 કરોડની સહાય ચુકવી-India News Gujarat
જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી ૧૯૯૯ થી અત્યાર સુધીમાં 339 વીરજવાનોના પરિવારોને કુલ રૂપિયા 5.16 કરોડની સહાય સન્માન સાથે અર્પણ કરી છે. સંસ્થાનો મુખ્ય હેતુ શહીદોના પરિવારો ને મદદ ઉપરાંત નવી પેઢીમાં રાષ્ટ્રીયચેતના પ્રગટાવવાનો છે. સરકારી શાળાઓ માં ઉદાહરણ રૂપ આ ઈશ્વર પેટલીકર શાળામાં બાળકો ના સર્વાંગી ધડતર માટે પ્રયાસ થાય છે. દર વર્ષે એકત્ર થયેલી અ રકમ જવાનો માટે આપે છે. અત્યાર સુધીમાં ખુબ નાના પરિવારોના students ની કુલ રૂ. 43 હજાર જેટલી રકમ જવાનોના પરિવાર માટે આપવામાં આવ્યા છે. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તેની રાષ્ટ્રીયભાવના બદલે અભિનંદન પાઠવવા માં આવ્યા છે.-India News Gujarat