HomeGujaratStone Quarry Matter Update : સ્ટોન ક્વોરી સામેની લડાઈ વધુ ઉગ્ર બની,...

Stone Quarry Matter Update : સ્ટોન ક્વોરી સામેની લડાઈ વધુ ઉગ્ર બની, મંત્રીના આદેશ બાદ પણ રાતે ક્વોરી ચાલુ હોવાનો આરોપ – India News Gujarat

Date:

Stone Quarry Matter Update : તપાસ કમિટી દ્વારા 15 દિવસ પછી પણ રિપોર્ટ નહીં અપાયો. આગામી દિવસની લડત માટે નવી રણનીતિ નક્કી કરાઇ.

લડત ઉગ્ર બનાવવા રણનીતિ બનાવાય

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ સ્ટોન ક્વોરી બંધ કરાવવાના વિરોધ ફરી ઉગ્ર બન્યો છે. 15 દિવસ પહેલા રાજ્ય મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ પણ કોઈ રિપોર્ટ નહીં થતા આજે ફરી ગ્રામસભા બોલવાય હતી. જેમાં લડત ઉગ્ર બનાવવા રણનીતિ બનાવાય હતી.

ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ

સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં 15 દિવસ પહેલા પથ્થરો તોડવાની સ્ટોન કરી બાબતે સ્ટોન કરી બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો લડત ઉપાડી હતી. ગ્રામજનોની ઉગ્ર લડત બાદ માંડવી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુવરજી હળપતિની અધ્યક્ષતામાં ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી. અને તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વોરી બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટી તંત્રના મેળા પીપળામાં સ્ટોન કોરીના સંચાલકો નિર્ભય પણે રાત્રિ દરમિયાન બ્લાસ્ટિંગ ચાલુ રાખતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સુર ઊઠ્યો છે.

રાજ્યમંત્રીના આદેશને પણ અવગણના થઈ હોય તેમ છુપી રીતે આ સ્ટોન ક્વોરી ચાલુ રહી


જે તે સમયે ગ્રામજનોએ પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરી ગામમાં સદંતર બંધ કરવામાં આવે એવી માંગ કરી હતી. અને રાજ્યમંત્રી કુવરજી હળપતિએ પણ મોટા ઉપાડે ગ્રામજનોને મોટા વચનો આપ્યા હતા. અને 15 દિવસ સુધી ક્વોરી બંધ કરવાનું પણ જણાવ્યું હતું. પરંતુ રાજ્યમંત્રીના આદેશને પણ અવગણના થઈ હોય તેમ છુપી રીતે આ સ્ટોન ક્વોરી ચાલુ રહી હતી. રાત્રે દરમિયાન આ સ્ટોન ક્વોરીઓ ચાલતા વિડીયો પણ ગ્રામજનોએ લીધા હતા. સ્વાભાવિક રીતે 15 દિવસ માટે સ્ટોન કરી બાબતે તપાસ કમિટી દ્વારા રિપોર્ટ કરવાનો હતો. પરંતુ આજે એ વાતને પંદર દિવસ પૂર્ણ થઈ ગયા છતાં આજે હજુ તપાસ કમિટી ગામમાં પહોંચી હતી.

સતત બ્લાસ્ટિંગ થતા ત્રસ્ત બનેલા ગ્રામજનોએ લડત ઉપાડી

માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવાની પાંચથી વધુ સ્ટોન ક્વોરીઓ આવેલી છે. સતત બ્લાસ્ટિંગ થતા ત્રસ્ત બનેલા ગ્રામજનોએ લડત ઉપાડી છે. જોકે હવે ગ્રામજનો રાજ્યમંત્રી કુવરજી હળપતિ તેમજ વહીવટી તંત્ર સામે રોષ વધી રહ્યો છે. કારણ 15 દિવસની લોલીપોપ આપ્યા બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું તો ઠીક પરંતુ પંદર દિવસમાં તપાસ માટે અધિકારીઓ ફરક્યા પણ ન હતા. સાંભળીએ.

ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન થઈ રહ્યું

માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવા માટે સ્ટોન ક્વોરીઓમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. જેનાથી ઘરોને, ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન જઈ રહ્યું છે. જેથી ગ્રામજનો હવે મરણિયા બન્યા છે. અને બીજી બાજુ સ્થાનિક વહીવટી તંત્ર અધિકારી અને રાજનેતાઓ ગ્રામજનોનો સુખદ ઉકેલ નહીં લાવતા આજે ગ્રામ પંચાયતમાં ફરી ગ્રામજનો લડત માટે ભેગા થયા હતા. અને વિવિધ પ્રકારના ઠરાવો પણ કર્યા હતા. અને આવનારા દિવસોમાં તપાસ કમિટી દ્વારા ગામને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. તપાસ માટે ગયેલા અધિકારીઓનો પણ ગ્રામજનો દ્વારા ઉધડો લીધો હતો અને સ્ટોન કરી બાબતે જો દાખવાઈ તો ગ્રામજનો ચોક્કસ મુદત માટે ઉપાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી

તમે આ પણ વાંચી સકો છો :

PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે

SHARE

Related stories

Latest stories