Stock Update : સરકારની આ જાહેરાત બાદ સ્ટીલ કંપનીઓના સ્ટોક પટકાયા-India News Gujarat
- Stock Update : સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિકને લગતી ઘણી પ્રોડક્ટ્સની આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે, જેનાથી કિંમતમાં રાહત મળશે.
- સરકારના નિર્ણય બાદ સ્ટીલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
- CLSA સ્ટીલ શેરોને ડાઉનગ્રેડ કરે છે.
- વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો(Share Market) લીલા નિશાન સાથે ખુલ્યા છે.
- ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે અને બજારો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
- આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે.
- સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો હતો. આ સિવાય નિફટીમાં પણ વધારો થયો છે અને આ ઈન્ડેક્સ 16344 ના સ્તર પર ખુલ્યો હતો.
- આજના ટ્રેડિંગ સેશનમાં 1563 શેરમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે 531 શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. આ ઉપરાંત 98 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.
- ગયા અઠવાડિયે શેરબજારનો મૂડ સારો હતો અને સેન્સેક્સમાં 1500 પોઈન્ટ થી વધુનો વધારો નોંધાયો હતો.
- મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કર્યો છે. આના કારણે મોંઘવારી અંકુશમાં આવશે તેમ બજારનું સેન્ટિમેન્ટ મજબૂત થવાની ધારણા છે.
- આજે સેન્સેક્સ 133 પોઈન્ટ વધીને 54459ના સ્તરે અને નિફ્ટી 25 પોઈન્ટ વધીને 16291ના સ્તરે તો નિફ્ટી બેંક 45 પોઈન્ટ વધીને 34321ના સ્તરે ખુલ્યો હતો.
- શરૂઆતના કારોબારમાં માર્કેટમાં ઘણી વોલેટિલિટી છે. પ્રથમ 10 મિનિટમાં સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે લગભગ 90 પોઈન્ટનો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો.
આ શેર્સ 10 ટકાથી વધુ ઉછળ્યા
Company | Prev Close (Rs) | % Change |
G M Polyplast | 204.7 | 19.98 |
Nilkamal Ltd. | 1,913.50 | 16.64 |
Wherrelz IT Solution | 180 | 16.11 |
S P Apparels Ltd. | 319.8 | 13.96 |
GKP Printing & Pack | 139.55 | 13.08 |
Lakshmi Auto Lm. | 611.9 | 12.18 |
Metroglobal | 76.95 | 11.44 |
Ladderup Finance | 24.15 | 10.56 |
- કેન્દ્ર સરકારે સ્ટીલ ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતા કોકિંગ કોલ અને ફેરોનિકલ્સ સહિત અમુક કાચા માલની આયાત પરની કસ્ટમ ડ્યુટી માફ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી ભાવમાં ઘટાડો થશે.
- સરકારના નિર્ણયને કારણે મેટલ શેરોમાં 7.34 ટકાનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે.
- જિંદાલ સ્ટીલ 12.81 ટકા, ટાટા સ્ટીલ 12.35 ટકા, JSW સ્ટીલ 10.52 ટકા, જિંદાલ સ્ટેનલેસ હિસાર 10.47 ટકા અને SAIL 10.18 ટકા તૂટ્યા છે.
આ શેર્સ 10 ટકાથી વધુ ગગડ્યા
Company | Prev Close (Rs) | % Change |
Godawari Power & Isp | 389.6 | -19.99 |
Premco Global Li | 391.1 | -15.88 |
Shreyans Inds. | 127.1 | -15.54 |
Sandur M & I Ore | 3,919.35 | -14.61 |
Jindal St & Pwr | 478.9 | -14.08 |
Sarda Energy & Miner | 1,041.90 | -13.81 |
Pokarna Ltd. | 568.85 | -12.45 |
Jindal Stainless | 153.1 | -12.05 |
Tata Steel | 1,170.20 | -11.7 |
Jindal Stainless (Hi | 291.25 | -11.18 |
Rishiroop L | 114.6 | -10.99 |
Ishan Dyes & Che | 123 | -10.98 |
JSW Steel | 630.85 | -10.91 |
Salzer Electr. | 193.65 | -10.15 |
Steel Authority | 83 | -10 |
Gulshan Polyols Ltd. | 283.5 | -10 |
સ્ટીલ શેરોમાં વેચાણની સલાહ
- સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિકને લગતી ઘણી પ્રોડક્ટ્સની આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે, જેનાથી કિંમતમાં રાહત મળશે. સરકારના નિર્ણય બાદ સ્ટીલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
- CLSA સ્ટીલ શેરોને ડાઉનગ્રેડ કરે છે. ટાટા સ્ટીલની લક્ષ્ય કિંમત 1645 રૂપિયાથી ઘટાડીને 1120 રૂપિયા કરવામાં આવી છે.
- JSW સ્ટીલ માટે વેચાણ સલાહ આપી છે અને લક્ષ્ય કિંમત રૂ.770 થી ઘટાડીને રૂ.550 કરી છે. JSPL માટે ટાર્ગેટ પ્રાઇસ 695 રૂપિયાથી ઘટાડીને 540 રૂપિયા કરવામાં આવી છે.
- સ્થાનિક બજારમાં સ્ટીલની કિંમતમાં ઘટાડો થશે. આ સિવાય તાજેતરના ભૂતકાળમાં આ સેક્ટરમાં તેજીની કોઈ શક્યતા નથી.
Nifty Metal Index -Top Losers
Company Name | Prev Close | Change | % Loss |
Jindal Steel | 478.8 | -68.2 | -14.24 |
Tata Steel | 1,170.60 | -135.9 | -11.61 |
JSW Steel | 631.1 | -68.5 | -10.85 |
SAIL | 83 | -8.25 | -9.94 |
NMDC | 146.45 | -14.25 | -9.73 |
Vedanta | 314.4 | -13.15 | -4.18 |
Hindalco | 429.1 | -17.6 | -4.1 |
NALCO | 98.95 | -3.4 | -3.44 |
Welspun Corp | 244.9 | -4.9 | -2 |
Adani Enterpris | 2,219.55 | -24.8 | -1.12 |
તમે આ વાંચી શકો છો-
Adani Group: અદાણી ગ્રુપ કરી રહ્યુ છે નવા સેક્ટરમાં ઝંપલાવવાની તૈયારી
તમે આ વાંચી શકો છો-
Stock Update:જાણો ક્યાં શેરે રોકાણકારોને કરાવ્યો લાભ