Stick From Cow’s Dung : ગીર ગાયના ગોબરમાંથી પ્રદુષણ રહિત સ્ટીક બનાવી સનાતન ધર્મ સંસ્કૃતિના જાળવણી માટે યોગદાન.
શક્તિપીઠ દ્વારા ગીર ગાયના ગોબરમાંથી પ્રદુષણ રહિત સ્ટીક
કવીઠા સ્થિત નંદીની ગૌશક્તિપીઠ સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ વૈદિક હોળીની પહેલને પગલે ભરૂચ શહેર અને જિલ્લો વૈદિક હોળી તરફ વળ્યો છે. કવિઠા ખાતે આવેલ નંદીની ગૌ શક્તિપીઠ દ્વારા ગીર ગાયના ગોબરમાંથી પ્રદુષણ રહિત સ્ટીક સાથેની કીટ બનાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
હોળી આયોજકો લઈ જઈ પર્યાવરણ જાળવણી સાથે સનાતન ધર્મ સંસ્કૃતિના જાળવણી માટે યોગદાન
સનાતન ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળીકા દહનના પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે, ત્યારે હોલી ધુળેટી પર્વ સાથે હોળિકા દહન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, કવિઠા ખાતે નંદીની ગૌ શક્તિપીઠના વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રદૂષણમુક્ત ગણાતી વૈદિક હોળી માટે નંદીની ગૌ શક્તિપીઠથી દર વર્ષની જેમ ગીર ગાયના ગોબર માંથી પ્રદુષણ રહિત સ્ટીક બનાવવામાં આવે છે.. જેને હોળી આયોજકો લઈ જઈ પર્યાવરણ જાળવણી સાથે સનાતન ધર્મ સંસ્કૃતિના જાળવણી માટે યોગદાન આપી રહ્યા છે.
Stick From Cow’s Dung : પરંપરા મુજબ હોલિકા દહન કરી ભારતીય સનાતન સંસ્કૃતિનું પાલન
વૈદિક હોળી માટે દેશભરમાં અનેક જગ્યાએ આ પ્રકારથી લાકડાની જગ્યાએ ગોબર માંથી બનેલી સ્ટિક અપનાવાય રહી છે.. અને પ્રદૂષણ મુક્ત અને વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન કરી ભારતીય સનાતન સંસ્કૃતિનું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભક્તો માં પણ જાગૃતિ વધી રહી છે અને દરવર્ષે આ રીતે વૈદિક હોળી નું ચલણ વધતું જાય છે જે એક સારા સંકેત સમાન કહી શકાય એમ છે.
તમે આ પણ વાંચી સકો છો :
Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી
તમે આ પણ વાંચી સકો છો :
Hinglaj Mata: રફતારનો કહેરનો ભોગ બન્યું માતાજીનું મંદિર, અકસ્માતે મંદિરને પહોંચાડ્યું લાખોનું નુકશાન