HomeGujaratStevia આ વનસ્પતિ ધરાવે છે શેરડી કરતા 300 ગણી વધારે મીઠાશ-India News...

Stevia આ વનસ્પતિ ધરાવે છે શેરડી કરતા 300 ગણી વધારે મીઠાશ-India News Gujarat

Date:

Stevia આ વનસ્પતિ ધરાવે છે શેરડી કરતા 300 ગણી વધારે મીઠાશ-India News Gujarat

Stevia એક એવી વનસ્પતિ છે જે શેરડી કરતા 300 ગણી વધારે મીઠાશ ધરાવે છે. કાળઝાળ ગરમીના દિવસોમાં સર્વત્ર  શેરડીના રસનો મહિમા વધી જાય છે. ગરમીંના કારણે દરેક વ્યક્તિના શરીરમાંથી ગ્લુકોઝ ઝડપથી ઓછું થઇ જતું હોય છે ત્યારે લીંબુ શરબત અને શેરડી અમૃત સમાન છે પરંતુ Stevia નામની એક વનસ્પતિ એવી છે જે ગળપણનો માપ દંડ ગણાતી ખાંડ કરતા વધારે  ગળપણ ધરાવે છે. Stevia વનસ્પતિ કુદરતી મીઠાશ ધરાવે છે આથી  દેશ- વિદેશમાં કન્ફેક્શનરી અને બેવરેજિસની બનાવટમાં Steviaનો ઉપયોગ થાય છે.  2028 સુધીમાં Stevia પ્રોડકટનું વૈશ્વિક માર્કેટ 1.11 અબજ સુધી પહોંચે તેવી શકયતા છે.  નવાઇની વાત તો એ છે કે આટલા ગણી મીઠાશ છતાં Stevia કેલરી અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતી નથી . તેમજ તે નીચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ધરાવે છે. કુદરતી ગુણોથી ભરપૂર Stevia વનસ્પતિની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટી ડીમાન્ડ ધરાવે છે.-India News Gujarat

Stevia ટાઇપ ટુ ડાયાબિટસ ધરાવતા લોકો માટે સૌથી વધારે ઉપયોગી -India News Gujarat

Stevia ના પાન તુલસી જેવા આકારના હોય છે. તેના પાન ચાવવાથી ખૂબ ગળ્યા લાગે છે. આથી જ તો તેને સ્વીટ લીફ કે મીઠી તુલસી પણ કહે છે. ટાઇપ-2 ડાબાબિટીસ ધરાવતા લોકોમાં જમ્યા પછી સૂગર લેવલ વધતું હોય છે પરંતુ Stevia નેચરલ સ્વીટનેસ ધરાવે છે તેના ઉપયોગથી સૂગર લેવલ વધતું નથી.-India News Gujarat

Steviaને કેવુ વાતાવરણ અનુકુળ આવે છે -India News Gujarat

  •  Stevia ની યૂરોપમાં સારી એવી ખપત છે
  •  Stevia નું પુષ્કળ ઉત્પાદન ચીનમાં થાય છે   અને તે મુખ્ય  સપ્લાયર દેશ છે
  • Steviaનું   છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં વાવેતર પહેલાની સરખામણીમાં વધ્યું છે
  •  Stevia નો છોડ પાંચથી સાત વર્ષનું આયુષ્ય ધરાવે છે
  •  Steviaના  વર્ષમાં ચારથી પાંચ  ફાલ આવતા હોવાથી ઊંચું વળતર આપે છે
  •   Steviaનો છોડ 6 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને ટકી શકતો નથી
  •  Stevia ના વાવેતર માટે ભારતમાં સાનૂકૂળ વાતાવરણ છે
  • Stevia  5 થી માંડીને 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સારી રીતે ટકી શકે છે-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Health Tips: Uric Acid ની સમસ્યાથી પરેશાન છો?

આપ આ પણ વાંચી શકો છોઃ-Health Tips:ચા ના બંધાણી થઇ ગયા છો

SHARE

Related stories

Latest stories