HomeGujaratધોરણ 12 કોમર્સનું 76.29% પરિણામ જાહેર, સૌથી વધારે પાટણ જિલ્લાનું 86.67 ટકા

ધોરણ 12 કોમર્સનું 76.29% પરિણામ જાહેર, સૌથી વધારે પાટણ જિલ્લાનું 86.67 ટકા

Date:

રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે.. અમદાવાદ શહેરનું 73.58 ટકા જ્યારે જિલ્લાનું 75.20 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 26,593 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 7,097 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં 18,450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 4,616 નાપાસ થયા છે.

SHARE

Related stories

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ...

International Luxury Brand Styliston : ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો : INDIA NEWS GUJARAT

ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો વેસુ...

Latest stories