Soaked Dry Fruits : જાણો ક્યા ડ્રાય ફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ અને કયા નહીં-India News Gujarat
નિષ્ણાતોના મતે મોટાભાગના ડ્રાયફ્રૂટ્સ (dry fruits)ગરમ પ્રકૃતિના હોય છે અને તેને સીધા ખાવાથી પેટ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાક ડ્રાયફ્રૂટ્સ (dry fruits) પલાળી રાખવામાં આવે છે જેથી તે સરળતાથી પચી જાય. તેને પલાળવાથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીએ…
સૂકા મેવા (dry fruits) ખાવાની રીત જાણો
- આમ તો લગભગ બધાં જ ઘરમાં લોકો સૂકા મેવાનું (dry fruits)સેવન કરતાં જ હોય છે કારણ કે સૂકા મેવાનું (dry fruits)સેવન શરીરને રોગમુક્ત અને સશક્ત રાખે છે .
- પરંતુ શું તમે જાણો છો કે સૂકા મેવાને (dry fruits) જો વધુ ગુણકારી બનાવવા હોય અને તેમાં રહેલાં પોષક તત્વો સંપૂર્ણપણે શરીરને મળે તો સૂકા મેવાને (dry fruits)ખાવાની કેટલીક રીત હોય છે .તે અનુસરવી પડે. જેથી કેટલાક સૂકા મેવા (dry fruits) હમેશાં 3થી 5 કલાક અથવા આખી રાત પલાળીને જ ખાવા જોઈએ.
- ડ્રાયફ્રુટ્સની (dry fruits) ઉપરની પરત પર ટેનિન હોય છે. જેથી તે તેના પોષક તત્વો એબ્સોર્બ થતા રોકે છે. આ જ કારણથી બદામ, પિસ્તા, ખજૂર, અખરોટ, કિશમિશ, અંજીર તમામ પ્રકારના હેલ્ધી સીડ્સ પલાળીને જ ખાવા જોઈએ.
બદામઃ
- એવા ડ્રાયફ્રુટ્સમાં (dry fruits) બદામનો પણ સમાવેશ થાય છે .જેને તમે પલાળીને ખાઈ શકો છો. તેની તાસીર ગરમ હોય છે અને તેને સીધા ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે.
- બદામની છાલમાં ટેનીન હોય છે, જે પચવામાં ભારે પડી શકે છે.
કિસમિસઃ
- લોકો ડ્રાયફ્રૂટ્સમાં (dry fruits) સમાવિષ્ટ કિસમિસને ખીર કે મીઠી વસ્તુઓમાં શોખથી ખાય છે,
- પરંતુ તેને પલાળીને ખાવાથી ફાયદો બમણો થઈ જાય છે. એવું કહેવાય છે કે નિયમિતપણે કિસમિસનું પાણી પીવાથી ત્વચા ચમકવા લાગે છે.
અખરોટ:
- નિષ્ણાતોના મતે, કેટલાક ડ્રાય ફ્રૂટ્સ (dry fruits)એવા હોય છે. જેને પલાળવાથી તેમાં રહેલા મહત્વપૂર્ણ પોષક તત્વો નાશ પામે છે.
- આમાંથી એક અખરોટ છે. કહેવાય છે કે તેને પલાળવાથી તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ્સ ખતમ થઈ શકે છે.
કાજુ:
- કાજુનો એવા ડ્રાયફ્રુટ્સમાં (dry fruits)સમાવેશ થાય છે .જેના પલાળ્યા વગર જ સીધા ખાય શકાય છે. તે ખૂબ જ નરમ ડ્રાયફ્રૂટ (dry fruits) છે. અને પલાળ્યા પછી તેનો સ્વાદ બગાડી શકે છે.
- આવી સ્થિતિમાં, કાજુ સીધા ખાવા વધુ સારા છે. કાજુથી શાકભાજીનો સ્વાદ પણ વધારી શકાય છે.
તમે આ પણ વાંચી શકો છો –Why Kiara Advani afraid ?-કિયારા અડવાણી શેનાથી ડરી રહી છે ?
તમે આ પણ વાંચી શકો છો –IPL 2022 :Dhoni Used a 12 Year Old Trick : ધોનીએ 12 વર્ષ જૂની એવી ટ્રિક વાપરી