શારજાહ-દુબઈથી આવતી ફ્લાઇટમાં 250 સોનાના બિસ્કિટ આવ્યા,
- જ્વેલર્સે બિસ્કિટમાંથી દાગીના બનાવી લોકોને વેચી ટેક્સ પણ લીધો
- 70 પેસેન્જરોના સહારે એરપોર્ટ મારફત સ્મગલિંગ કરાયાનું તપાસમાં ખૂલ્યું
dubai-to-surat:ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ના અધિકારીઓએ ઝડપી પાડેલા 10 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં એક ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. સ્મગલરોની આ પહેલી નહીં પરંતુ ચોથી ટ્રીપ હતી.
dubai થી વાયા સુરત અને મુંબઇ એરપોર્ટ મારફત આ સોનુ જ્વેલર્સ અને બુલિયન સુધી પહોંચાડાયું હતુ. આ સોનાનો નિકાલ પણ ચોપડે બતાવ્યા વગર જ કરાતો હતો.
સોનુ પીગળાવી તેને સિલેક્ટેડ અને બિલ નહીં માગતા ગ્રાહકોને પધરાવી દેવાતુ
આ માટે સોનુ પીગળાવી તેને સિલેક્ટેડ અને બિલ નહીં માગતા ગ્રાહકોને પધરાવી દેવાતુ હતું. 2 લાખની ઉપરનું સોનું વેચવામાં આવે તો પાનકાર્ડ આપવો પડતો હોય, જ્વેલર્સ બે નંબરમાં આવો બેનામી સ્ટોક રાખતા હોય છે. એટલે સ્મગલરો અનેક જવેલર્સના સંપર્કમાં હોવાનું પણ સપાટી પર આવ્યુ છે.
કુલ કેટલાં બિસ્કિટ આવ્યાં : અધિકારીઓએ કહ્યું કે એક પાર્ટી સાથેની ડિલિંગમાં કુલ 20 કરોડથી વધુના બિસ્કિટ લવાયા છે. ઉપરાંત બીજી પાર્ટીઓ પણ હોય શકે. આરોપી હાલ તે પાર્ટીનું નામ લેતો નથી. પરંતુ 100 કરોડના બિસ્કિટ આવી ચૂકયાનો અંદાજ છે.
સોનું કેવી રીતે ક્યાંથી આવતું હતું
- dubai માં સોનાના બિસ્કિટ ખરીદવામાં આવતા હતા. બિસ્કિટ સામાન્ય રીતે એક કિલોના આવે છે, જેથી સ્મગલિંગના બિસ્કિટ ખાસ દસ ગ્રામના ખરીદવામાં આવતા હતા. જેથી પોકેટમાં આવી શકે.
- સોનું દુબઇ એરપોર્ટથી જ અથવા શારજહાં એરપોર્ટથી સુરત-મુંબઇ સુધી લવાતું હતું.
- અનેકવાર પાવડર ફોર્મમાં સોનું અનેક આરોપીઓના ગુદામાર્ગમાંથી સોનું પકડાયું છે. એટલે હવે સ્મગલરો સીધા બિસ્કિટ જ લાવી રહ્યાં છે.
- એક કે બે નહીં પરંતુ 10 કે તેથી વધુ પેસેન્જરો એરપોર્ટ મારફતે એક સાથે ટ્રીપ મારતા હોય છે, અને એક-બે બિસ્કિટ પોતાની સાથે જ રાખતા હોય છે.
- એક જણ પકડાઈ જાય તો બીજા આઠ કે નવ નિકળી જાય, એ ગણતરી પર સીધા એરપોર્ટથી જ સ્મગલિંગ કરવામાં આવતું હોય છે.
- એરપોર્ટ પર આ બિસ્કિટ કસ્ટમ અધિકારીઓ પણ પકડી ન શક્યા એ ચોંકાવનારી બાબત છે. એટલે કસ્ટમના અધિકારીઓ પણ રડાર પર આવી ગયા છે.
સ્મગલરોની આ પહેલી નહીં પરંતુ ચોથી ટ્રીપ હતી
- ટ્રીપ 1 : આ ટ્રીપમાં 2 કરોડના બિસ્કિટ આવ્યા
- ટ્રીપ 2 : સાડા ચાર કરોડના બિસ્કિટ લવાયા
- ટ્રીપ 3 : સાડા પાંચ કરોડના બિસ્કિટ લવાયા
- ટ્રીપ 4 : તમામ ટ્રીપની જેમ આ પણ એરપોર્ટની હતી, આ વખતે સીધા 10 કરોડના બિસ્કિટ લવાયા હતા. તમામ ટ્રીપમાં કુલ 250 બિસ્કિટ લવાયા જેમાં 80 યાત્રીનો ઉપયોગ કરાયો હતો.