HomeBusinessSMC Tapi Riverfront:1400 કરોડની નાણાકીય સહાય પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવશે-India...

SMC Tapi Riverfront:1400 કરોડની નાણાકીય સહાય પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવશે-India News Gujarat

Date:

SMC Tapi Riverfront : 1400 કરોડની નાણાકીય સહાય પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવશે-India News Gujarat

  • Surat Tapi Riverfront: છ દિવસીય પ્રવાસ દરમિયાન વર્લ્ડ બેન્કના(World Bank ) વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા SMCના વિવિધ વિષયો બાબતે સંલગ્ન અધિકારીઓ, તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા, પ્રેઝન્ટેશન હાથ ધરશે અને મનપાની કાર્યપ્રણાલીની માહિતી મેળવશે.
  • SMC મહત્વાકાંક્ષી તાપી રિવરફ્રન્ટ(Riverfront ) ડેવલપમેન્ટ અને રીજુવેનેશન પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કેન્દ્ર સરકારના હકારાત્મક વલણ સાથે નાણાકીય સહાય મેળવવા વર્લ્ડ બેન્ક(World Bank ) સમક્ષ પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરવામાં આવી છે.
  • કુલ 3921 કરોડના તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ડીપીઆર પૈકી પ્રથમ તબક્કાની કામગીરી માટે 2 હજાર કરોડની માગણી સંદર્ભમાં વર્લ્ડ બેન્ક દ્વારા 70 ટકા લેખે ગ્રાન્ટ ચૂકવવાના નિર્દેશ આપ્યા છે, પરંતુ તે પહેલા આગામી 9 થી 14 મે દરમિયાન નાણાકીય સહાય અંતર્ગત વર્લ્ડ બેન્કના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સુરતની મુલાકાતે આવી રહ્યા છે.

તા. 9 થી 14 મે દરમિયાન આવનાર ટીમ સાથે મનપાની સંખ્યાબંધ બેઠકો

  • Smart Surat  City સમિટના આયોજનમાં મનપાની સંપૂર્ણ ટીમને છેલ્લાં ઘણા સમયથી વ્યસ્ત રહ્યા બાદ હવે અધિકારીઓને રાહત થઇ છે.
  • દરમિયાન હવે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાયની તૈયારી બતાવનાર વર્લ્ડ બેન્કની ટીમ આગામી 9 થી 14 મે દરમિયાન સુરતના પ્રવાસે આવી રહી છે.
  • આ છ દિવસીય પ્રવાસ દરમિયાન વર્લ્ડ બેન્કના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા SMCના વિવિધ વિષયો બાબતે સંલગ્ન અધિકારીઓ, તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા, પ્રેઝન્ટેશન હાથ ધરશે અને મનપાની કાર્યપ્રણાલીની માહિતી મેળવશે

SMC ના અધિકારીઓ હવે વર્લ્ડ બેન્ડની ટીમના કાર્યક્રમમાં વ્યસ્ત થશે

  • વર્લ્ડ બેન્કની ટીમ દ્વારા Surat વિઝિટ દરમિયાનના વિધિવત કાર્યક્રમ પ્રેઝન્ટેશન બાબતે SMCને જાણ કરી દીધી છે.
  • જેને આધારે SMC કમિશનરે વર્લ્ડ બેન્કની ટીમના સુરતમાં આગમનથી લઇ 14 મેના રોજ સુરતથી વર્લ્ડ બેન્કની ટીમના રોકાણ દરમિયાનના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાવી ઓર્ડરો ઇસ્યુ કરી દીધા છે.
  • ક્યાં વિભાગ, અધિકારી, કન્સલટન્ટ દ્વારા વર્લ્ડ બેન્કની ટીમ સમક્ષ પ્રેઝન્ટેશન, ડીબેટ કરવામાં આવશે તે અંગેના ઓર્ડરો ઇસ્યુ કરાયા છે.
  • વર્લ્ડ બેન્કની ટીમ દ્વારા મનપાના વિવિધ વિસ્તારો, પ્રોજેક્ટોની મુલાકાત ઉપરાંત તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજુવેનેશન પ્રકલ્પના આયોજનના વિસ્તારમાં રૂબરૂ સ્થળ મુલાકાત કરવામાં આવશે.
  •  Surat ની વિઝિટ દરમિયાન વર્લ્ડ બેન્ક દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપરાંત કેટલાંક અન્ય પ્રોજેક્ટો અંગે પણ SMC ને જરૂર હોય તો નાણાકીય સહાય માટે તૈયારી બતાવી શકે છે.

તમે પણ આ વાંચી શકો છો –

Gujarat DA Hike:સરકારી કર્મચારીઓને પગાર વધારાની ભેટ 

તમે પણ આ વાંચી શકો છો –

pollution Control માટે સુરતમાં સેન્સર બેઇઝ હાઇબ્રીડ એર કવોલિટી મોનીટરીંગ નેટવર્ક ગોઠવવું પડશે

SHARE

Related stories

Latest stories