HomeGujaratSMC Bills- 400 કરોડથી વધુના બિલોની ચૂકવણી-India News Gujarat

SMC Bills- 400 કરોડથી વધુના બિલોની ચૂકવણી-India News Gujarat

Date:

SMC Bills- SMC દ્વારા એક જ મહિનામાં 400 કરોડથી વધુના બિલોની ચૂકવણી-India News Gujarat

  • કેપિટલ પ્રોજેક્ટો માત્ર કાગળ પર ન રહી જાય તે માટે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા અત્યારથી જ તમામ વિભાગોની વિવિધ બેઠકોનો પ્રારંભ કરી દેવાયો છે અને પ્રોજેક્ટો માટે ચોક્કસ સમયની ફાળવણી કરવામાં આવી છે
  • નાણાકીય વર્ષ(Financial Year )  – 2021-22ને પૂર્ણ થવાને આડે માત્ર ત્રણ દિવસ બાકી છે .
  • SMC દ્વારા મિલકતવેરા સહિત અન્ય ટેક્સની(Tax ) વસૂલાત પઠાણી રીતે કરવામાં આવી રહી છે .
  • બીજી બાજુ SMC કેપિટલ ખર્ચનો આંકડો 1500 કરોડને પાર કરે તેવી શક્યતા છે .
  • અત્યાર સુધી 1400 કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ ચૂકવી દેવાયો છે જ્યારે હજુ 100 થી 150 કરોડ રૂપિયાના બિલોની ચૂકવણી બાકી છે .
  • ગતવર્ષે કોવિડને કારણે વિવિધ પ્રોજેક્ટની કામગીરી ઠપ થઇ જતાં 1279 કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ થઇ શક્યો હતો
  • તેમાંય કોવિડની પ્રથમ લહેર પૂર્ણ થતાં નવેમ્બરથી માર્ચ સુધીના પાંચ માસમાં જ શહેરમાં કેપિટલ પ્રોજેક્ટોની કામગીરીમાં આવી શકી હતી .
  • વર્ષ 2021-22 માં 3020 કરોડના કેપિટલ ખર્ચમાં ઘટાડો કરી રિવાઇઝ બજેટમાં 2020 કરોડની જોગવાઇ સૂચિત કરવામાં આવી છે .

SMC દ્વારા કેપિટલ પ્રોજેક્ટો પાછળ 1400 કરોડનો ખર્ચ કરાયો છે

  • અત્યાર સુધી SMC દ્વારા કેપિટલ પ્રોજેક્ટો પાછળ 1400 કરોડનો ખર્ચ કરાયો છે અને બાકી રહેલ ત્રણ દિવસમાં 100-125 કરોડના બિલોની ચૂકવણી થવાની શક્યતા છે .
  • આમ રિવાઇઝ બજેટની તુલનામાં પણ ખરેખર કેપિટલ ખર્ચમાં 500 કરોડ જેટલો ઘટાડો શક્ય લાગી રહ્યો છે .
  • વર્ષ 2022-23 માટે SMC દ્વારા જંગી જોગવાઇ કેપિટલ પ્રોજેક્ટો માટે કરવામાં આવી છે .
  • કેપિટલ પ્રોજેક્ટો માત્ર કાગળ પર ન રહી જાય તે માટે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા અત્યારથી જ તમામ વિભાગોની વિવિધ બેઠકોનો પ્રારંભ કરી દેવાયો છે અને પ્રોજેક્ટો માટે ચોક્કસ સમયની ફાળવણી કરવામાં આવી છે .
  • આ સ્થિતિમાં વર્ષ 2022-23 માં કેપિટલ પ્રોજેક્ટો પાછળ 2000 કરોડનો ખર્ચ ન થાય તો જ નવાઇ કહેવાશે.
  • વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે આ વર્ષે પણ પાલિકા દ્વારા બજેટમાં કોઈપણ પ્રકારના કર દરમાં વધારો કરવાનું જોખમ ટાળવામાં આવ્યું છે.
  • જેને પગલે સતત ઘટતી આવક સામે વધી રહેલા ખર્ચને પહોંચી વળવા માટે શાસકો દ્વારા નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવશે.
  • જેમાં શહેરના વિવિધ ક્ષેત્રના નામાંકિત નિષ્ણાંતોની નિમણૂંક કરીને આવક સમિક્ષા કમિટિની રચના કરવામાં આવનાર છે.
  • આવક સમીક્ષા કમિટિ SMC  તમામ રેવન્યુ અને કેપિટલ આવક સામે ખર્ચના સરવૈયાનું વિશ્લેષણ અને મુલ્યાંકન કરીને આવક વધારવા માટેનું આયોજન હાથ ધરશે.
  • જેમાં SMC  દ્વારા જાહેરાત સહિતના અન્ય સ્ત્રોત થતી આવક વધારવા માટેના પ્રયાસો કરવામાં આવશે.

તમે પણ આ વાંચી શકો છો –

Surat Police CCTV- 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી

તમે પણ આ વાંચી શકો છો –

Notice to School in Surat-52 ખાનગી શાળાઓને નોટિસ ફટકારાતા સંચાલકોમાં રોષ

SHARE

Related stories

Latest stories