HomeGujaratSMC Becomes 'Rammayi' : સુરત મનપાના કોર્પોરેટરો રામમયી બન્યા, પાલિકાની સામાન્ય સભા...

SMC Becomes ‘Rammayi’ : સુરત મનપાના કોર્પોરેટરો રામમયી બન્યા, પાલિકાની સામાન્ય સભા પહેલા રામ નામના ખેસ ધારણ કર્યા – India News Gujarat

Date:

SMC Becomes ‘Rammayi’ : ભાજપ અને AAP કોર્પોરેટરોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું. આપના કોર્પોરેટરો પણ ભગવો વેશ ધારણ કર્યો. પક્ષ વિપક્ષના કોર્પોરેટરોએ સાથે ફોટા પાડ્યા.

સભા પહેલા હનુમાન ચાલીસાનું પઠન કર્યું

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ગૂંજ સંભળાઈ હતી. સુરતમાં નગરપાલિકાની સામાન્ય સભા પહેલા. ભાજપ અને AAPના કોર્પોરેટરો રામ નામ લખેલા કેસરી ખેસ પહેરીને આવ્યા હતા. ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.

પક્ષ વિપક્ષ બંને ભગવા રંગે રંગાયેલા નજરે ચઢ્યા

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા રામમય બની હતી. પક્ષ વિપક્ષ બંને ભગવા રંગે રંગાયેલા નજરે ચઢ્યા હતા. ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પણ ભગવા ધારણ કર્યા છે. આપના કોર્પોરેટરોએ કેસરી ઝભ્ભો અને મહિલા કોર્પોરેટરોએ કેસરી રંગની સાડી. પહેરીને ભગવાન રામના લખેલા ખેસ પહેરીને આવ્યા હતા. 22 જાન્યુઆરી, 2024ના દિવસે અયોધ્યાના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સુધી પહોંચી ગઈ હતી. સામાન્ય સભાના અધ્યક્ષ મેયર દક્ષેશ માવાણીએ અધ્યક્ષ સ્થાનેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી. ​​​​​​​સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ. તે પહેલા સ્વચ્છતા એવોર્ડ સાથે ભાજપના કોર્પોરેટરોએ ફોટોસેશન કર્યો હતો. થોડી જ વારમાં ભાજપના તમામ કોર્પોરેટરોએ​​​​​​​ એકસાથે ઉભા થઈને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.

SMC Becomes ‘Rammayi’ : સમગ્ર દેશમાં સુરત શહેર સ્વચ્છતામાં નંબર વન

સ્વચ્છતા સંરક્ષણથી લઈને અન્ય એવોર્ડની આસપાસ ઉભા રહીને મેયર વિપક્ષના કોર્પોરેટરોએ ફોટો સેશન કર્યો હતો. વિપક્ષે પણ સમગ્ર દેશમાં સુરત શહેર સ્વચ્છતામાં નંબર વન આવતા. સફાઈ કર્મીઓ અને અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ સામાન્ય સભા શરૂ થઈ હતી. સામાન્ય સભામાં દરેક કોર્પોરેટરો પોતાનો પ્રતિભાવ રજૂ કરતા પહેલા જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા.

તમે આ પણ વાચી શકો છો :

Magh Maas 2024: આજથી શરૂ થાય છે માઘ માસ, જાણો દાનનું મહત્વ અને સાવચેતી

તમે આ પણ વાચી શકો છો :

Cold Storage In SMIMER Hospital : સ્મીમેર હોસ્પિટલમાં આખરે કોલ્ડ સ્ટોરેજ બન્યું

SHARE

Related stories

Latest stories