HomeGujaratSMCની સામાન્ય સભામાં આપ ભાજપ વચ્ચે કાશ્મીર ફાઇલ ફિલ્મ પર ગરમા ગરમી-...

SMCની સામાન્ય સભામાં આપ ભાજપ વચ્ચે કાશ્મીર ફાઇલ ફિલ્મ પર ગરમા ગરમી- India News Gujarat

Date:

SMCની સામાન્ય સભામાં કાશ્મીર ફાઇલ – India News Gujarat 

SMC સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આજે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. ખાસ કરીને ભાજપના કોર્પોરેટરો દ્વારા ફિલ્મ કાશ્મીર ફાઇલ ઉપર બોલવાનું ચાલુ કરવામાં આવતા આપના કોર્પોરેટરો ઉશ્કેરાયા હતા અને તુ તુ મેં મેં પર ઉતરી આવ્યા હતા. જેના કારણે SMCની સામાન્ય સભામાં ગરમાવો આવી ગયો હતો અને SMCની સામાન્ય સભાના કામો પરની ચર્ચા એક તરફ રહી ગઇ હતી પરંતુ આ ફિલ્મની ચર્ચા જ વધારે થઇ હતી.-India News Gujarat

ભાજપના વ્રજેશ ઉનડકટે SMCની સભામાં ચર્ચા શરૂ કરી- India News Gujarat 

આજની SMCની સામાન્ય સભામાં ફિલ્મ કાશ્મીર ફાઇલની ચર્ચાની શરૂઆત કરી હતી. તેની સાથે જ SMCની સામાન્ય સભામાં હાજર વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના નગર સેવકો ઉશ્કેરાયા હતા તેમજ તેમણે એવુ કહ્યું હતું કે, અમારે આ ફિલ્મ જોવાની રહી ગઇ છે. ફિલ્મને યુ ટ્યુબ પર નાંખી દો એટલે બધા જોઇ લેશે. આપના કોર્પોરેટરોના આ નિવેદન સામે ભાજપના કોર્પોરેટરો ઉશ્કેરાયા હતા તેમજ બુમા બુમ કરી હતી. બીજી તરફ આપના નગર સેવકો પણ ઉશ્કેરાયા હતા અને થોડા સમય માટે SMCની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો.-India News Gujarat

 

SMCમાં ભાજપના કોર્પોરેટરોએ કહ્યું તમારૂ કાળજુ નથી આ ફિલ્મ જોવાનું-India News Gujarat 

આપના કોર્પોરેટરો દ્વારા કાશ્મીર ફાઇલ ફિલ્મના મામલે હોબાળો કરીને તેને યુ ટ્યુબ પર નાંખી દેવાનું કહેવામાં આવ્યા બાદ મામલો બરાબર ગરમાયો હતો. તો બીજી તરફ SMCની સામાન્ય સભામાં હાજર રહેલા ભાજપના નગર સેવકોએ આપના નગર સેવકોને સ્પસ્ટ પણે એવુ જણાવી દીધું હતું કે, આ ફિલ્મ જોવાનું તમારૂ કાળજુ નથી. તમારૂ આ કામ નથી. ભાજપ અને આપના કોર્પોરેટરોએ આજે SMCની સામાન્ય સભામાં મોટા ભાગનો સમય ફિલ્મ કાશ્મીર ફાઇલ ઉપર જ વાદ વિવાદ કરવામાં પસાર કર્યો હતો અને તેના કારણે શહેર વિકાસને લગતા તેમજ મહત્વના ગણી શકાય એવા કામો પર SMCની સામાન્ય સભામાં ચર્ચા ઓછી જોવા મળી હતી. જો કે, આ વિવાદ હજુ પણ વકરે એવી સંભાવના છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Chamber તથા CMAIના સંયુકત ઉપક્રમે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિશે વર્કશોપ યોજાયો

આપ આ પણ વાંચી શકો છોઃ-RTE Admission-919 શાળામાં RTE પ્રવેશ માટે આજથી નોંધણી શરૂ

SHARE

Related stories

Latest stories