HomeGujaratSlogans of 'Road Nahi To Vote Nahi' - 'માર્ગ પર કાદવ કિચડના...

Slogans of ‘Road Nahi To Vote Nahi’ – ‘માર્ગ પર કાદવ કિચડના ઢગ જામ્યા, ‘રોડ નહીં તો વોટ નહીં’ નું સૂત્રોચ્ચાર – India News Gujarat

Date:

છેલ્લા 15  દિવસથી સતત વરસાદી માહોલ સર્જાયો છે

આણંદ શહેરમાં છેલ્લા 15  દિવસથી સતત વરસાદી માહોલ સર્જાયો છે. જેને લઈને મોટી ખોડિયાર માર્ગ કાદવ કિચડને લઈને ભયજનક બની ગઈ છે, સ્થાનિક રહીશો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ‘રોડ નહી તો વોટ નહી’નાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યું. Flood ‘Road Nahi To Vote Nahi’

પાલિકાની બેદરકારીનો ભોગ જનતા બની રહી છે

આણંદ શહેરમાં વરસાદના આગમન સાથે જ નગર પાલિકાની બેદરકારીનો ભોગ જનતા બની રહી છે. શહેરમાં મોટી ખોડિયાર વિસ્તારમાં બે વર્ષ પૂર્વે નગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના માટે ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતા ગત ચોમાસામાં પણ અહીંયા ભુવા પડયા હતા… પરંતુ ત્યારબાદ પણ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા ભુવા પુરવામાં તકેદારી રાખી નહીં. હાલમાં પણ વરસાદના આગમન સાથે આ વિસ્તારમાં ભુવા પડવાનું ચાલુ થયું છે. તેમજ માર્ગ પર કાદવ કિચડના ઢગ જામ્યા છે. આ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેને લઈને નાના માસૂમ ભૂલકાઓને કાદવ કીચડ ખૂંદીને શાળામાં જવું પડે છે. જ્યારે કાદવ કીચડનાં કારણે અનેક વાર બાઈક સ્કૂટર ચાલકોનો સ્લીપ થઈ જવાના બનાવો બને છે. Flood ‘Road Nahi To Vote Nahi’

લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે

સોસાયટીઓમાં પાણી ભરાવવાના કરાણે સ્થાનિક બાળકો અને વૃધ્ધો ઘરની બહાર નીકળી શકતા નથી. સ્થાનિક લોકો આ કાદવ કીચડમાં થઈને નોકરી ધંધા જઇ શકતા નથી, જેને લઇને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ વિસ્તારની નરકાગાર જેવી સ્થિતિ હોવા છતાં પાલિકાના સત્તાધીશો આ વિસ્તારમાં ડોકીયું કરવા પણ આવ્યા નથી. જેને લઈને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. અને જો રોડ નહીં તો વોટ નહીં નું સૂત્ર સ્થાનિક લોકોએ આપી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. Flood ‘Road Nahi To Vote Nahi’

આ પણ વાંચી શકો છો – Commonwealth Games : ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં કોઈપણ તણાવ વિના રમશે: PM – INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો છો – Arunachal Pradesh : ભારત-ચીન બોર્ડર પર રોડ નિર્માણમાં રોકાયેલા એક કામદારનું મોત, 18 હજુ પણ ગુમ – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories