HomeGujaratSIP Set New Record- મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 44%નો બમ્પર ઉછાળો-India News Gujarat

SIP Set New Record- મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 44%નો બમ્પર ઉછાળો-India News Gujarat

Date:

SIP Set New Record-શેરબજારમાં ચમક પાછી આવી તો મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 44%નો બમ્પર ઉછાળો-India News Gujarat

  • માર્ચ મહિનામાં SIP દ્વારા રેકોર્ડ રોકાણ આવ્યું હતું.
  • માર્ચમાં SIP દ્વારા 12328 કરોડનું રોકાણ આવ્યું હતું, જે ફેબ્રુઆરી મહિનામાં 11 હજાર કરોડ હતું. આ પહેલીવાર છે જ્યારે SIP દ્વારા રોકાણનો આંકડો 12 હજાર કરોડને પાર થયો છે.
  • શેરબજારમાં(Stocket Market) ચમક પાછી આવી છે. આ તેજી વચ્ચે રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરબજારમાં(Stocket Market) રેકોર્ડ (Mutual Fund Investment) રોકાણ કર્યું છે.
  • મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશન AMFI ડેટા અનુસાર, માર્ચમાં ઇક્વિટી ફંડ્સમાં (Equity fund) રેકોર્ડ રોકાણ કરવામાં આવ્યું હતું.
  • માર્ચ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 28463 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
  • તેમાં માસિક ધોરણે 44 ટકાનો વધારો નોંધાયો છે
  • આ સતત 13મો મહિનો છે જ્યારે ઇક્વિટી ફંડ્સમાં રોકાણ આવ્યું છે.
  • બજારમાં અસ્થિરતા વચ્ચે વિદેશી રોકાણકારો બજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
  • જો કે, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ ચાલુ રહે છે.
  • માર્ચ મહિનામાં શેરબજારમાં 5.2 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
  • ફેબ્રુઆરી મહિનામાં બજારમાં (Stocket Market) 4.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
  •  એમ્ફીના ડેટા મુજબ માર્ચમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 28463 કરોડ, ફેબ્રુઆરીમાં 19705 કરોડ, જાન્યુઆરીમાં 14888 કરોડ અને ડિસેમ્બરમાં 25077 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું.
  • ઇક્વિટી ફંડની વિવિધ શ્રેણીઓ વિશે વાત કરીએ તો, મલ્ટિકેપ ફંડમાં 9694 કરોડનું રોકાણ આવ્યું છે.
  •  ફેબ્રુઆરી મહિનામાં મલ્ટિકેપ ફંડમાં માત્ર 585 કરોડનું જ રોકાણ આવ્યું હતું.
  •  માર્ચમાં, લાર્જ કેપ ફંડમાં 3052 કરોડનું રોકાણ આવ્યું હતું, જ્યારે મિડકેપ ફંડમાં 2193 કરોડનું રોકાણ આવ્યું હતું.

SIP દ્વારા આવ્યું રેકોર્ડ રોકાણ

  • માર્ચ મહિનામાં SIP દ્વારા રેકોર્ડ રોકાણ આવ્યું હતું. માર્ચમાં SIP દ્વારા 12328 કરોડનું રોકાણ આવ્યું હતું, જે ફેબ્રુઆરી મહિનામાં 11 હજાર કરોડ હતું. આ પહેલીવાર છે જ્યારે SIP દ્વારા રોકાણનો આંકડો 12 હજાર કરોડને પાર થયો છે.
  • એમ્ફીના ડેટા અનુસાર, માર્ચ 2021થી ઇક્વિટી ફંડમાં ઇનફ્લો જોવા મળી રહ્યો છે.
  •  જુલાઈ 2020 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે સતત આઠ મહિના સુધી ઈક્વિટી ફંડમાંથી ઉપાડ કરવામાં આવ્યો હતો

ડેટ ફંડમાંથી ઉપાડ ચાલુ 

  • ગયા મહિને ડેટ ફંડમાંથી મોટાપાયે ઉપાડ થયો હતો.
  • માર્ચ મહિનામાં ડેટ ફંડમાંથી 1.15 લાખ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.
  • ફેબ્રુઆરી મહિનામાં ડેટ ફંડમાં  8274 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
  •  એકંદર કામગીરીની વાત કરીએ તો માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડમાંથી 69883 કરોડનો આઉટફ્લો થયો હતો.
  • ફેબ્રુઆરી મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં 31533 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

એસેટ અંડર મેનેજમેન્ટ ઘટીને 37.7 લાખ કરોડ રૂપિયા થઈ

  • આટલા ઊંચા ઉપાડને કારણે માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ ઘટીને  37.7 લાખ કરોડ  રૂપિયા થઈ હતી.
  •  ફેબ્રુઆરી મહિનામાં આ 38.56 લાખ કરોડ રૂપિયા હતી.
તમે પણ આ વાંચી શકો છો –
SHARE

Related stories

Latest stories