Sion Sugar Mill : દ.ગુજરાતમાં સાયણ સુગર ખાંડ ઉત્પાદનમાં બીજા ક્રમે લક્ષ્યાંક મુજબની ૯.૮૬.૫૬૮ લાખ ટન શેરડી પીલાણ.
૯.૮૬.૫૬૮ લાખ ટન શેરડી પીલાણ કરી
દક્ષિણ ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતી શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી સાયણ સુગર ફેકટરીની કામગીરી કરવાની આવડતે વર્ષ ૨૦૨૩-૨૪ ની પીલાણ સિઝનમાં લક્ષ્યાંક મુજબની ૯.૮૬.૫૬૮ લાખ ટન શેરડી પીલાણ કરી નિર્વિઘ્ને સીઝન પૂર્ણ કરી. વર્ષ 2023-2024 ની પીલાણ સિઝનમાં બીજા ક્રમે રહી છે.
૧૪ જેટલી સહકારી સુગર મિલો કાર્યરત હોય
દક્ષીણ ગુજરાતમાં શેરડીનો પાક લેતા ખેડૂતો માટે સહકારી ધોરણે કાર્યરત સુગર મંડળીઓ આશીર્વાદરૂપ સાબિત થય છે. ત્યારે ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ આપવા માટે તત્પર રહેતી મંડળી ઓએ અનેક પડકાર બાદ પણ વર્ષ 2023-2024 પીલાણ સીઝન સફળતા પૂર્વક પૂર્ણ કરી સીઝનની શરૂઆત સાથે શેરડી પીલાણ અને ખાંડ ઉત્પાદનનો મહત્તમ લક્ષ્યાંક પૂર્ણ કર્યાનું પણ નોધાયું છે. દક્ષીણ ગુજરાતમાં કુલ ૧૪ જેટલી સહકારી સુગર મિલો કાર્યરત હોય જેમાં બારડોલી અને ગણદેવી સાથે સાયણ સુગર શેરડી પીલાણ અને ખાંડ ઉત્પાદન મોખરે રહેતા આવ્યા છે, આટલુજ નહિ પણ ખેડુત સભાસદોને શેરડીના ભાવ આપવામાં પણ આ સુગર મિલો આગળ હોય છે. વર્ષ ૨૦૩-૨૪ ની પીલાણ સિઝનમાં તમામ સુગર મિલોએ પોત પોતાના શેરડી પીલાણ અને ખાંડ ઉત્પાદનના લક્ષ્યાંક નક્કી કરી સીઝનનો આરંભથી લઈને નીરવિઘ્ને સીઝન પૂર્ણ કરી છે.
Sion Sugar Mill : ૧૦.૨૯.૪૦૦ લાખ બેગ ખાંડ ઉત્પાદન કર્યું
જેમાં સુરત જીલ્લાની બારડોલી સુગરે ૧૪.૭૬.૪૫૯ લાખ ટન શેરડીનું પીલાણ અને ૧૬.૦૧.૭૫૦ લાખ બેગ ખાંડનું ઉત્પાદન કરી સીઝન પૂર્ણ થયેલી જાહેર કરી, ત્યારે સાયણ સુગરે પણ ૧૬૦ દિવસમાં ૯.૮૬.૫૬૮ લાખ ટન શેરડીનું પીલાણ સાથે ૬.૪.૨૪ સુધીમાં ૧૦.૨૯.૪૦૦ લાખ બેગ ખાંડ ઉત્પાદન કર્યું છે જેમાં હજુ વધારો નોધાશે. વર્ષ ૨૦૨૩-૨૪ ની પીલાણ સીઝન માં ૧૦ લાખ ટન શેરડી પીલાણના લક્ષ્યાંક સુધી ન પહોચવા માટે ઉત્પાદન ઓછુ થવાની બાબત કારણભૂત હોવાનું વહીવટકર્તા ઓ દ્વારા કહેવાય રહ્યું છે. જયારે દક્ષીણ ગુજરાતની સહકારી સુગર મિલો પૈકી સાયણ સુગર વર્ષ૨૦૨૩-૨૪ માં શેરડી પીલાણ સાથે ખાંડ ઉત્પાદનમાં બીજા ક્રમે રહી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
તમે આ પણ વાંચી સકો છો :