Singer KK નું જીવન
બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ કે જેઓ KK તરીકે જાણીતા છે, તેઓનું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ત્યારે જાણીએ તેમના જીવન વિશે કેટલીક વાટી.
દિલ્લીમાં જન્મેલાKKએ પોતાનું અડધું જીવન પોતાના હોમ ટાઉનમાં જ વીતાવ્યું હતું. તેમણે દિલ્લીની સેન્ટ મૈરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન દિલ્લીમાંથી જ પૂરુ કર્યું હતું. તે પોતાની માતાને મલયાલી ગીતો ગાતા સાંભળતા હતા, જેને તેમના પિતા નાનકડાં ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ કરતા હતા. ત્યાંથી જ તેમણે સંગીતની પ્રેરણા મળી હતી.
KK એ એ સંગીતમાં કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી લીધી
બોલિવૂડ સંગીત જગતનાં ખ્યાતનામ ગાયક રુપે જાણીતા કેકે એ સંગીતમાં કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી લીધી. પોતાના સ્કૂલના દિવસોમાં તે પોતાની પંસદની ધુનો ગાતા હતા. સાઉથ દિલ્લીના ગ્રીન પાર્કમાં મોટા થયેલા સિંગર કેકે ફિલ્મ શોલેના ગીતોના મોટા ફેન હતા. ફિલ્મ શોલેનું ‘મહેબૂબા’ ગીત તેમનું સૌથી પ્રિય હતું. ઘણીવાર લોકો તેમની પાસે આ ગીતની ફરમાઈસ કરતા જેને સિંગર કેકે આંનદથી ગાતા.
- આ વર્ષમાં ગાયું હતું પહેલું ગીત
- તેમેણે વર્ષ 1973માં આવેલી ફિલ્મ રાજા રાણીનું ગીત ‘જબ અંધેરા હોતા હૈ’ ગીતથી પોતાના બોલિવૂડ કરિયરની શરુઆત કરી હતી. આ ગીત માટે તેમને લોકો તરફથી સ્ટેડિંગ ઓવેશન પણ મળ્યું હતું, આ ગીતના કારણે તેમનું જીવન બદલાઈ ગયું હતું.
- કેમ કરવી પડી સેલ્સમેનની નોકરી ?
- સિંગર કેકે સાધારણ પરિવારમાં જન્મેલા હતા, સંગીત જગતમાં આવવા પહેલા તેમણે પોતાના લગ્ન માટે સેલ્સમેનની નોકરી કરવી પડી હતી. લગ્ન બાદ તેમણે નોકરી છોડી પોતાની સંગીત પર મહેનત કરવાનું સાહસ કર્યુ હતું.
- બાળપણની મિત્ર સાથે કર્યા લગ્ન
- વર્ષ 1991માં તેમણે પોતાની બાળપણની મિત્ર જોથી કૃષ્ણા સાથે લગ્ન કર્યા. લગભગ 24 વર્ષની મિત્રતા બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તેમના દીકરાનું નામ કુન્નુથ નકુલ અને દીકરીનું નામ કુન્નુથ તમારા છે.
બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ KK 53 વર્ષની વયે નિધન
બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ કે જેઓ KK તરીકે જાણીતા છે, તેઓનું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કોલકાતામાં નઝરુલ મંચ ખાતે એક કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે ગાયક બીમાર પડી ગયા હતો. જે બાદ તે હોટેલ પરત ફર્યો અને પડી ગયો. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટલઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કેકેના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.-India News Gujarat
તમે આ વાંચી શકો છો: RIP KK : માથા અને ચહેરા પર ઈજાના નિશાન
તમે આ વાંચી શકો છો: હર્ષદ મહેતા બાદ આવી રહી છે Scam