HomeGujaratShravan Fasting Foods:શ્રાવણના ઉપવાસ દરમિયાન શરીરમાં અનુભવો છો નબળાઈ ? -India News...

Shravan Fasting Foods:શ્રાવણના ઉપવાસ દરમિયાન શરીરમાં અનુભવો છો નબળાઈ ? -India News Gujarat

Date:

Shravan Fasting Foods:શ્રાવણના ઉપવાસ દરમિયાન શરીરમાં અનુભવો છો નબળાઈ ? તો આહારમાં સામેલ કરો આ વસ્તુઓ-India News Gujarat

  • Shravan Fasting Foods:શ્રાવણના ઉપવાસ દરમિયાન ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
  • ચાલો જાણીએ એવા ખોરાક વિશે જેના કારણે તમે શરીરમાં નબળાઈ ના અનુભવો.
  • શ્રાવણનો મહિનો એટલે કે ભગવાન શિવનો મહિનો. આ શ્રાવણના મહિનામાં ભોલેનાથ શિવની (Lord Shiva) આરાધના કરવામાં આવે છે.
  • લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ (Shravan fasting) કરતા હોય છે.
  • ઉપવાસની સાથે ભગવાન શિવની પૂજા કરવાનો વર્ષોથી મહિમા છે.
  • ઘણા લોકો નિરજલા ઉપવાસ પણ કરતા હોય છે. પણ આ ઉપવાસ દરમિયાન તમારા સ્વાસ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
  • ઉપવાસને કારણે શરીરમાં ખોરાકના જાય તો શરીરને જરુરી પૌષક તત્વોની ઉણપ સર્જાઈ છે અને શરીરમાં નબળાઈ આવી જાય છે.
  • શ્રાવણમાં ઘણા દિવસો સુધી ચાલતા ઉપવાસથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થવા લાગે છે.
  • નબળાઈ લાગવી, ચક્કર આવવા જેવી ઘણી સમસ્યાઓ લોકોને પરેશાન કરવા લાગે છે.
  • શ્રાવણમાં ઉપવાસ દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખીને સ્વાસ્થ્ય જાળવી શકાય છે.
  • શું તમે શ્રાવણના ઉપવાસ દરમિયાન સ્વસ્થ રહેવાની રીતો શોધી રહ્યા છો?

Shravan Fasting Foods: જાણો જેને આહારમાં સામેલ કરીને તમે સ્વસ્થ રહી શકો છો.

ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો 

  • વ્રતમાં ભલે ખાદ્યપદાર્થો અને મીઠાની વસ્તુઓનું સેવન વર્જિત હોય, પરંતુ કેટલીક વસ્તુઓ દ્વારા શરીરમાં એનર્જી જાળવી શકાય છે.
  • ઉપવાસ દરમિયાન ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો, કારણ કે તે પેટ ભરવાની સાથે પોષણ પણ આપે છે.
  • બદામ, કાજુ, અખરોટ જેવા ડ્રાયફ્રુટ્સનું મર્યાદિત માત્રામાં સેવન કરો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તાજા ફળોનું સેવન કરો

  • ઉપવાસમાં ભૂખ્યા રહીને ભગવાનની પૂજા કરવાની હોય છે, પરંતુ આ રીત સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.
  • ઉપવાસની નિત્યક્રમનું સતત પાલન કરવાથી શરીરમાં પોષક તત્વોની અછત થાય છે અને નબળાઈ કે ચક્કર આવવા લાગે છે.
  • આવી સ્થિતિમાં તમારે તાજા ફળો ખાવા જોઈએ, કારણ કે તે માત્ર શરીરને પોષણ જ નથી આપતા, પરંતુ શરીરને ઉર્જાવાન પણ રહે છે. ફળોને કારણે તમારુ શરીર એક્ટિવ રહેશે.

સલાડનું સેવન કરો

  • ઉપવાસ દરમિયાન શરીરની અંદર એનર્જી જાળવી રાખવા માટે તમે આહારમાં સલાડ પણ ઉમેરી શકો છો.
  • સલાડમાં કાકડી, ટામેટાનું વધુ સેવન કરો, કારણ કે આ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • સલાડ ખાવાથી તમને વધારે ભૂખ લાગશે નહીં. આ સાથે શરીરમાં પાણીની ઉણપ પણ પૂરી થશે.

તમે આ પણ વાંચી શકો છો-

Om namah shivay – ભગવાન શિવ એક મહિના સુધી પોતાના ભક્તો પર વરસાવશે આશીર્વાદ, રુદ્રાભિષેક કરવાથી દુ:ખ દૂર થશે

 

SHARE

Related stories

Latest stories