Shortage Of Water : સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લામાં પાણીની અછત. ઉનાળાની સિઝનમાં વધુ વિકટ પરિસ્થિતિ ઊભું થવાની શંકા.
ગામડાઓમાં પાણીની અછતનાં એંધાણ જોવા મળી
રાજ્યના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન મુખ્ય નદીઓનાં જળસ્તરમાં ઘટાડો થતા. આવનાર દિવસોમાં જિલ્લાનાં ગામડાઓમાં પાણીની અછતનાં એંધાણ જોવા મળી રહ્યા છે. જેને લઈને ગામે ગામમાં ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન 100 ઈંચ જેટલો વરસાદ નોંઘાતો હતો
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો વરસાદની દ્રષ્ટિએ ચેરાપુંજી તરીકે ઓળખાય છે. અગાઉના સમયમાં ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન 100 ઈંચ જેટલો વરસાદ નોંઘાતો હતો. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ડાંગ જિલ્લામાં વરસાદ ઓછો નોંધાતા ચિંતા સતાવી રહી છે. ગત વર્ષમાં ડાંગ જિલ્લામાં ઓછો વરસાદ પડતા તેની અસર ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન નદીઓ પર દેખાઈ રહી છે. હાલમાં ફેબ્રુઆરી માસ ચાલુ છે ત્યારે ડાંગ જિલ્લાની ગીરા, પૂર્ણા, ખાપરી અને અંબિકા નદીનાં જળસ્તરમાં ઘટાડો થતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. આવનાર ઉનાળાની ઋતુમાં ખેતી સહિત રોજિંદા વપરાશ માટે પણ પાણીની તંગી ઉભી થાય એવી શક્યતા છે.. ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસના આગેવાનો આ પાછળનું કારણ ભ્રષ્ટાચાર હોવાનું જણાવી રહ્યા છે.
Shortage Of Water : જે ઉદ્દેશથી સરકાર પૈસા ખર્ચી કામો કરે છે એ કામો ભ્રષ્ટાચારના પાપે સંપૂર્ણ રીતે સાકર નથી થતાં
ડાંગ જિલ્લો કુદરતી રીતે પ્રકૃતિ અને સોંદર્ય ધરાવતો જિલ્લો છે અને સરકાર દ્વારા આ જીલલમાં પાનીની અછત ઊભી નહીં થાય એમાટે અનેક પ્રોજેકટો સાકાર કારવમાં આવ્યા છે પરંતુ હલકી કક્ષાના ચેકડેમ સહિતની કામગીરીને કારણે અહિયાં જે ઉદ્દેશથી સરકાર પૈસા ખર્ચી કામો કરે છે એ કામો ભ્રષ્ટાચારના પાપે સંપૂર્ણ રીતે સાકર નથી થતાં અને જે ઉદ્દેશ હોય છે પૂર્ણ નથી થતો અને ભોગવવું અહીના આદિવાસી લોકોને પડે છે.
તમે આ પણ વાંચી સકો છો :
Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી
તમે આ પણ વાંચી સકો છો :
PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે