HomeGujaratShark Attacks On Fisherman : મચ્છી મારી કરવા ગયેલ યુવક ઉપર શાર્ક...

Shark Attacks On Fisherman : મચ્છી મારી કરવા ગયેલ યુવક ઉપર શાર્ક માછલીનો હુમલો, મોટી શાર્કે યુવકને ઘૂંટણથી નીચેના પગ સુધી કરડી ખાઈ ગંભીર ઇજા પહોંચાડી – India News Gujarat

Date:

Shark Attacks On Fisherman : પાલઘરના મનોર ગામની ખાડીમાં મચ્છી મારી કરવા ગયેલ યુવક ઉપર. શાર્ક માછલીનો હુમલો:યુવક ગંભીર ઈજગ્રસ્ત,સારવાર અર્થે સંઘ પ્રદેશ સેલવાસમાં કોટેજ હોસ્પિટલમાં લેવાયો.

માછલી પકડતી વખતે અચાનક મોટી શાર્ક માછલીએ હુમલો કર્યો

પાલઘર તાલુકાના મનોર ખાતે સાયલન્ટ હોટલ પાસેની ખાડીમાં મંગળવારે સાંજે માછીમારી કરવા ગયેલા. એક યુવક પર માછલી પકડતી વખતે અચાનક મોટી શાર્ક માછલીએ હુમલો કર્યો હતો.આ હુમલામાં 32 વર્ષીય યુવક વિક્કી ગોવારી ગંભીર રીતે ઘાયલ થયો છે.

શાર્કનું વજન અંદાજે 200 કિલોગ્રામ હોવાનું અનુમાન

મોટી શાર્કે યુવકને ઘૂંટણથી નીચેના પગ સુધી કરડી ખાઈ ગંભીર ઇજા પહોંચાડી હતી.તે દરમિયાન ઘટના વખતે હાજર અન્ય ઈસમોએ યુવકને પાણીમાંથી બહાર કાઢી સેલવાસ ની કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.આ શાર્કનું વજન અંદાજે 200 કિલોગ્રામ હોવાનું અનુમાન કરવામાં આવ્યું.તે સાથે ઉપરોક્ત ઘટના અંગે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.આ ઘટના અંગેની જાણ મનોર પોલીસને થતાં તેઓ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ત્યાર બાદ સ્થાનિકોએ શાર્ક માછલીને પકડી પાડી હતી.

Shark Attacks On Fisherman : સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મનોર પોલીસના જણાવ્યા અનુસાર માછીમારી કરી રહેલા ઘાયલ યુવકને તાત્કાલિક મનોર સ્થિત અસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત નાજુક હતી. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.અને વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શાર્કના હુમલાના સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાતાં જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માછીમાર તેમનો કોઈ મિત્ર હોઈ શકે તેવા ડરથી લોકો દોડી આવ્યા. સ્થાનિક માછીમારોએ ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી. આ સ્થળે આદિવાસી કોળી સમાજના ભાઈઓ પણ એકઠા થયા હતા. આદિવાસી સમાજના લોકો તાત્કાલિક ખાડી પર દોડી આવ્યા હતા. તે શાર્ક સમયસર માછીમારો દ્વારા પકડવામાં આવતા તંત્ર સહિત પ્રશાસને રાહત નો દમ લીધો હતો.

તમેં આ પણ વાચી શકો છો :

Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ

તમેં આ પણ વાચી શકો છો :

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા

SHARE

Related stories

Latest stories