HomeGujaratOpening Bell :Sensex 57381 ઉપર ખુલ્યો-India News Gujarat

Opening Bell :Sensex 57381 ઉપર ખુલ્યો-India News Gujarat

Date:

Opening Bell : નજીવા ઘટાડા સાથે પ્રારંભિક કારોબાર નજરે પડ્યો, Sensex 57381 ઉપર ખુલ્યો-India News Gujarat

  • સોમવારે સેન્સેક્સ 1172 પોઈન્ટ ઘટીને 57,166.74ના સ્તરે અને નિફ્ટી 302 પોઈન્ટના ઘટાડા સાથે 17173ના સ્તરે બંધ થયો હતો.
  • BSE પર રોકાણકારોના રોકાણના કુલ મૂલ્યમાં રૂ. 2.78 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
  • Share Market સોમવારના કડાકા બાદ ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક કારોબાર(Opening Bell) માં તેજી દેખાઈ પણ લમ્બો સમય ટકી ન હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) અને નિફટી(Nifty) લીલા નિશાનમાં કારોબાર શરૂ કર્યો હતો. સોમવારે સેન્સેક્સ 1172 પોઈન્ટ ઘટીને 57,166.74ના સ્તરે અને નિફ્ટી 302 પોઈન્ટના ઘટાડા સાથે 17173ના સ્તરે બંધ થયો હતો.
  • BSE પર રોકાણકારોના રોકાણના કુલ મૂલ્યમાં રૂ. 2.78 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
  • આજે સેન્સેક્સ 57,381.77 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,258.95 ઉપર કારોબારની શરૂઆત કરી હતી.
  • શરૂઆતી કારોબાર દરમ્યાન સેન્સેક્સ 57,459.89 સુધી ઉછળ્યો હતો જયારે નિફટીએ 17,275.65 નું ઉપલું સ્તર નોંધાવ્યું હતું.પરંતુ બાદમાં કારોબારમાં વેચવાલી હાવી થઈ હતી.

Opening Bell:વૈશ્વિક સંકેત મિશ્ર

  • સોમવારે ભારે ઘટાડા બાદ સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારો પર ખાસ નજર રહેશે.
  • બીજી તરફ વૈશ્વિક બજારોમાંથી આજે પણ મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકન બજારો સતત ત્રીજા દિવસે લપસ્યા છે અને મર્યાદિત ટ્રેડિંગ વચ્ચે ડાઉ જોન્સ 40 પોઈન્ટ લપસી ગયો છે.
  • આ સિવાય નાસ્ડેકમાં પણ નજીવો ઘટાડો જોવા મળ્યો છે. એલોન મસ્કના ટેકઓવરને રોકવા માટે કંપનીએ પગલાં લીધા પછી એનર્જી શેરોમાં ખરીદી જોવા મળી અને ટ્વિટરનો સ્ટોક 7 ટકા સુધી ઉછળ્યો છે.
  • આ સિવાય યુરોપના બજારોમાં 0.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં હરિયાળીના ચિહ્નો જોવા મળે છે. SGX નિફ્ટી 44.50 પોઈન્ટ ઉપર છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

Opening Bell: આજના કારોબારમાં આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી

  1. અમેરિકી બજારો સતત ત્રીજા દિવસે ઘટ્યા હતા
  2. 113 ડોલરની નજીક ક્રૂડ ઓઇલ તો સોનું અને ચાંદી ચમક્યા છે
  3. ACC અને L&T Infotech નું આજે F&O માં પરિણામ
  4. જુબિલન્ટ ફૂડ: શેર વિભાજનની X-Date

Opening Bell: FII-DII ડેટા

  • 18 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાંથી 6387.45 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3341.96 કરોડનું રોકાણ કર્યું હતું.

કોમોડિટી અપડેટ

  1. યુરોપમાં 0.5% તેજો નોંધાઈ
  2. બ્રેન્ટ 113 ડોલરની નજીક રહ્યું
  3. સોનું 1 મહિનાની ટોચ પરથી સરક્યું
  4. સોનુ 2,000 ડોલરના સ્તરને સ્પર્શ્યા પછી 20 ડોલર ઘટ્યું
  5. યુએસ ડોલર 2 વર્ષની ટોચે પહોંચ્યો

Opening Bell:છેલ્લા સત્રનો કારોબાર

  • સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો તેમજ વિદેશી બજારના નકારાત્મક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 2 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
  • લાંબી રજા બાદ આજે ઓપન માર્કેટમાં અનેક સંકેતોનું દબાણ જોવા મળ્યું હતું. ગયા અઠવાડિયે આવેલા ઈન્ફોસિસ અને એચડીએફસી બેંકના પરિણામો બજારને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા જેના કારણે લાર્જકેપમાં ઘટાડો થયો હતો અને મુખ્ય સૂચકાંકો લપસી ગયા હતા.
  • ચીનમાં કોરોનાના વધતા જતા કેસ અને રશિયા-યુક્રેન સંકટ વધુ વધવાની સંભાવનાને કારણે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
  • સેન્સેક્સ 1172 પોઈન્ટ ઘટીને 57,166.74ના સ્તરે અને નિફ્ટી 302 પોઈન્ટના ઘટાડા સાથે 17173ના સ્તરે બંધ થયો હતો. BSE પર રોકાણકારોના રોકાણના કુલ મૂલ્યમાં રૂ. 2.78 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

તમે પણ આ વાંચી શકો છો –

PM Kisan Scheme : પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે કે નહીં

તમે પણ આ વાંચી શકો છો –

Textile Industry:GSTનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે

SHARE

Related stories

Latest stories