HomeGujaratSenior Clerk caught taking bribe Rs. 7 thousand- સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ...

Senior Clerk caught taking bribe Rs. 7 thousand- સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ભ્રષ્ટ કારભાર-India News Gujarat

Date:

ACB ટ્રેપ ગોઠવી પાર પાડ્યુ ઓપરેશન -India News Gujarat

સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સિનિયર ક્લાર્ક વિધવા મહિલા પાસેથી bribeની રકમ લેતા ઝડપાયો હતો. ACBની ટીમે આરોપીને અટકાયતમાં લઇ તેની તપાસ આદરી છે. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષે અંદાજે રૂપિયા 1200 કરોડ જેટલી રકમનું અલગથી બજેટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ફાળવવામાં આવે છે અને લાખો રૂપિયા પગાર ચુકવવામાં આવે છે તેમ છતા તેના કર્મચારીઓ bribe લેતા અટકતા નથી. માસીક 70 હજારથી વધુ પગાર ધરાવતા સિનિયર ક્લાર્કને ACBએ આજે વિધવા પાસેથી માત્ર રૂપિયા સાત હજાર bribe લેતા  ઝડપી પાડ્યો છે.-India News Gujarat

 

શું હતી સમગ્ર ઘટના-India News Gujarat

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત થયું હતું. તેના જનરલ પ્રોવિડન્ડ ફંડના કાયદેસરના રૂપિયા લેવા માટે આ યુવાનની વિધવા વાંરવાર ભાગળ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ઓફિસ પર જતી હતી. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો હેડ ક્લાર્ક સમીર રૂસ્તમ ભગત આ વિધવા મહિલાને પ્રોવિડન્ડ ફંડની રકમનો ચેક આપતો ન હતો અને ધક્કા ખવરાવતો હતો. આખરે સમીર ભગતે આ વિધવા મહિલા પાસે જો જીપીએફનો ચેક જોઇતો હોય તો રૂપિયા સાત હજાર bribe લાંચ પેટે આપવા પડશે એવી માંગણી કરી હતી. વિધવા મહિલાએ આ મામલે ACBનો સંપર્ક કરીને સમીર ભગત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી અને સાક્ષી તેમજ પંચની હાજરીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હેડ ક્લાર્ક સમિર ભગતને વિધવા મહિલા પાસેથી રૂપિયા સાત હજારની bribe લેતા ઝડપી પાડ્યો હતો. ACBના અધિકારીઓ દ્વારા હાલમાં આરોપી સમીર ભગતને અટકાયતમાં લઇને તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. અગાઉ આરોપી સમીર ભગતે bribe પેટે કેટલા રૂપિયા પડાવ્યા છે તેની પણ ACB દ્વારા તપાસ કરવામાં આવનાર છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-AAP workers beaten by police : ભાજપના ઈશારે લાઠી ચાર્જનો આરોપ

આપ આ પણ વાંચી શકો છોઃ-SMC Water Bill Policy : નળ જોડાણ પર મીટરો લાગશે

 

SHARE

Related stories

Latest stories