ભારતમાં(Sedition Law)રાજદ્રોહ નો કાયદો કેટલો જરૂરી..????
રાજદ્રોહ નો નવો કેસ દાખલ કરી શકાશે નહીં
રાજદ્રોહનો કાયદો:Sedition Law:ભારત ની સર્વોચ્ચ અદાલતે રાજદ્રોહના કાયદાના અમલને હાલ પૂરતો રોકી દીધો છે.અદાલતે આપેલા આદેશ મુજબ ભારતીય દંડ સહિતા કલમ 124 -A હેઠળ હવે રાજદ્રોહ નો નવો કેસ દાખલ કરી શકાશે નહીં કેન્દ્ર સરકારે આ કાયદા અંગે સમીક્ષા કરી પોતાનું વલણ સ્પષ્ટ કરે ત્યાં સુધી આ આદેશ અમલી રહેશે સાથો સાથ અદાલતે એમ પણ કહ્યું કે હાલે આ કાયદા હેઠળ અદાલતો સામે દાખલ કેસોમાં પણ કાર્યવાહી રોકવામાં આવે આનો સીધો અર્થ એ થાય છે કે રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરાયેલા અને હાલ જેલમાં બંધ આરોપી ને હવે રાહત મળશે અદાલતના દરવાજા તેઓ ખટખટાવી શકશે આ તમામે તમામને જામીન પણ મળે એવી શક્યતા ઓ વધી જશે જો કે અદાલતે આ આદેશ વચગાળાનો છે આ સદી જુના કાયદા પર પુન વિચાર કરવા અને પુનઃ સમીક્ષા કરવા અંગે કેન્દ્ર સરકારે કેવું વલણ લે છે તેના પર અદાલતનો આખરી નિર્ણય લેવાશે.
અભિવ્યક્તિની આઝાદી અને રાજદ્રોહ નો કાયદો
રાજદ્રોહનો કાયદો:Sedition Law:હાલ ના આધુનિક યુગ માં અભિવ્યક્તિ ની આઝાદી અને વાણી સ્વતંત્રતા ના સમય માં રાજદ્રોહ ના કાયદા થી રાષ્ટ્રહિત માટે કેટલો જરૂરી છે.તે સમજવાનું છે.છેલ્લા કેટલાક સમય થી રાજદ્રોહ ના કેસો નો પ્રમાણ વધવા માંડ્યો છે.એક આંકડા મુજબ 2016 થી 2021 સુધી માં રાજદ્રોહ ના કેસો માં 160% જેટલો ઉછાળો આવ્યો હતો.ત્યારે આપણે ખરેખર વિચારવા પર મજબુર બનીએ છીએ કે અંગ્રેજો ના સમય થી અમલ માં આવેલ આ કાયદા માં કેટલા ફેરફાર કરવા કે પછી એને રદ કરવું શું રાષ્ટ્ર હિત માં રહેશે,જો અભિવ્યક્તિ ની આઝાદી અને વાણી સ્વતંત્રતા ની વાત કરીએ તો આ કાયદાને રદ કરી એ યોગ્ય રહેશે પણ જ્યારે રાષ્ટ્ર હિત ની વાત કરીએ તો અમુક અંશે આ કાયદો જરૂરી પણ લાગે છે
રાજદ્રોહ ના મામલે કાયદાના તજજ્ઞો વિચારે અને રાષ્ટ્ર હીતમાં નિર્ણય લેવાય
રાજદ્રોહનો કાયદો:Sedition Law:રાજદ્રોહ ના કાયદા ની સમીક્ષા અંગે કરાયેલાં સોંગધનામાં માં સમીક્ષા ક્યારે હાથ ધરાશે તેની નિયત સમય મર્યાદા નો કોઈ ફોડ પડાયો નથી સરકાર ના ટીકા કરો આ કાયદા ને લઈ સરકાર સામે આક્ષેપો કરી રહ્યા છે સરકાર માત્ર પુનઃવિચાર ની વાતો કરી રહી છે.પણ રાજદ્રોહ ના કાયદા ને રદ કરવાની કોઈ તૈયારી બતાવી નથી રહી.પણ સરકારે તેનાં સોંગઢનામા માં એમ પણ કહ્યું છે કે અપ્રસ્તુત થયેલા દોઢ હજાર કાયદા જેટલા કાયદા આઠ વર્ષ માં રદ કરી દેવાયા છે.બસ હવે રાહ જોવાની રહી સરકાર આ કાયદા માટે કેવું વલણ અપનાવે છે.અને સહુ સાથે વિચારી રાષ્ટ્રહિત માં નિર્ણય લેવાનું રહ્યું.
આ પણ વાંચી શકો :Thomas Cup Badminton: ભારતે ઇતિહાસ રચ્યો, 14 વખતના ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવી પ્રથમ વખત થોમસ કપ જીત્યો
આ પણ વાંચી શકો :Floods in Assam : આસામ પૂરથી તબાહી, ત્રણના મોત, લગભગ 25000 લોકો પ્રભાવિત – INDIA NEWS GUJARAT