Sayaji Vaibhav Library : નવસારી ની સયાજી લાયબ્રેરી દ્વારા વેકેશનમાં બાળકો માં પુસ્તકોનું વાંચન વધે તે માટે ઘણાં વર્ષથી વેકેશન દરમિયાન વિવિધ કાર્યકમનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવે છે.
100 વર્ષથી વધુની ઉજવણી કરવામાં આવી
આ વર્ષે પણ તા.23 એપ્રિલથી 9 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન સયાજી વૈભવ લાયબ્રેરી માં કરવામાં આવ્યું છે. સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા 100 વર્ષથી વધુની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી ના નાગરિકો ના જ્ઞાનમાં વધારો થાય તે માટે લાઈબ્રેરી સતત પ્રવૃત્તિશીલ રહે છે. વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલ-ટીવીથી દુર રહી લાયબ્રેરીમાં જઈશું, ‘લાયબ્રેરીમાંથી લાવેલ પુસ્તકોનું વાંચન કરી સ્વવિકાસ કરીશું’ ની થીમ ઉપર વેકેશન વાંચનોત્સવ તા. 23 એપ્રિલથી 9 જૂન સુધી સયાજી લાયબ્રેરીમાં રાખવામાં આવ્યો છે.
Sayaji Vaibhav Library : સાંજે 6 થી 7.30 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું
વાંચનોત્સવનો આરંભ 23મી એપ્રિલે કરવામાં આવશે. ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત ફિલ્મ કલાકાર, પુસ્તક પ્રેમી અને રંગકર્મી અર્ચન ત્રિવેદી નવસારી આવનાર છે. આ કાર્યક્રમનું સાંજે 6 થી 7.30 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. 6 વર્ષના બાળકો માટે ખાસ શિબિર લાયબ્રેરી દ્વારા નાની વયથી બાળકો માટે તા.23થી 5મી જૂન સુધી ચાલો વાંચીએ ચાલો લાયબ્રેરી શિબિરમાં વિવિધ કાર્યક્રમ યોજાશે.. બાળકો સવારે 10થી સાંજે 6 વાગ્યા દરમિયાન લાયબ્રેરીમાં કોઈ પણ પુસ્તક વાંચી શકશે. વાલીઓએ તેમનો આધાર કાર્ડ અથવા શાળાના આઇ કાર્ડની નકલ લઇ આવવું પડશે. તા.23થી 9 જૂન સુધી અનેક કાર્યક્રમો યોજાશે.
બપોરે 3 કલાકે દરરોજ સંસ્કાર ઘડતરની ફિલ્મો બતાવશે
સવારે 10થી 6 સુધીમાં માધવી શાહનાં સંચાલક પદે વિશ્વ કોષ સાથે ધોરણ 8થી 12ના છાત્રો સાથે, બુદ્ધિ તર્ક, કલ્પના વિસ્તારની રમતો સવારે 11થી 1 કલાક દરમિયાન કરવામાં આવશે. બપોરે 3 કલાકે દરરોજ સંસ્કાર ઘડતરની ફિલ્મો બતાવશે. સાંજે 3થી 5 કલાકે સ્વાતિબેન પરીખ વિદ્યાર્થીઓ ને ક્રાફટ શીખવશે તા.27 થી 30 એપ્રિલ દરમિયાન વિવિધ વિષયો ઉપર સાંજે 3થી 5 દરમ્યાન મેઘા નાયક, નિશા લાખાણી, વૈદેહી દેસાઈ તેમજ પૂર્વીબેન નાયક ના વક્તવ્યો રજુ થશે. સુચિત્રા ઘોટિકર ગીતા અધ્યયન પઠન ઉપર પોતાનું વક્તવ્ય આપશે, 2થી 8મેના રોજ સાંજે 4.30થી સાંજે 7.30કલાકે કલાગુરુ પિયુષ ભટ્ટનાં માર્ગદર્શન માં એક નાટ્ય શિબિર પણ રાખવામાં આવ્યો છે.
Sayaji Vaibhav Library : ગુજરાત નો મંત્ર આપનાર સયાજી વૈભવ લાઈબ્રેરી નવસારી નું નામ દેશ વિદેશમાં ફેલાવી ચુકી છે
સયાજી વૈભવ લાયબ્રેરી સાથે જોડાયેલા ડો.કીર્તિદા વૈદ્ય, ડો.સ્વાતિ નાયક, મુક્તિ બેન પટેલ, ઉમાબેન ભટ્ટ, આશિતા દેસાઈ, ડો.શ્યામલ મુન્શી તેમજ રઘુ રમકડું તરીકે ઓળખાતા રાઘવભાઈ કટકિયા જેવા નામાંકિત તજજ્ઞો બાળકોને વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપનાર છે. વાંચે ગુજરાત નો મંત્ર આપનાર સયાજી વૈભવ લાઈબ્રેરી નવસારી નું નામ દેશ વિદેશમાં ફેલાવી ચુકી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Parshottam Rupala: ક્ષત્રિય સમાજ અને રૂપાલા નો વિવાદ શું કોઈ ઉકેલ છે ?
તમે આ પણ વાંચી સકો છો :
Jainism: 200 કરોડ નું ત્યાગ કરી સાધુ વેશ ધારણ કરશે આ દંપત્તિ