Russia Ukraine warથી હીરા ઉદ્યોગમાં પેમેન્ટ ક્રાઇસીસ – India News Gujarat
Russia Ukraine warથી આંતર રાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો હતો. પરંતુ, એ પછી તાજેતરમાં અમેરીકાએ Russiaની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાશે. અમેરીકાએ Russia રશીયન ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા પર મૂકેલા પ્રતિબંધોને કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી મૂક્યો હોવાના ઇઝરાયેલના અખબારી અહેવાલોએ એ વાતની પ્રતીતી કરાવે છે કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ ગંભીર કટોકટી તરફ ઢસડાય રહ્યો છે. પ્રતિબંધમાં આવેલી Russiaની અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉધોગપતિઓ પણ આવે છે. આમ હવે મુંબઇ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે અને તેના ભાવો અસાધારણ રીતે વધી જવાની શક્યતા જોવાય રહી છે. બીજી તરફ કાચા હીરાને સમાંતર તૈયાર હીરાના ભાવો પણ આ જ કારણથી ઉંચકાશે જેને લઇને સમગ્ર હીરા બજારમાં કફોડી સ્થિતિ સર્જાવાની ભીંતી છે. – India News Gujarat
Russia Ukraine warની અસર વિશે દિનેશ નાવડિયાએ શું કહ્યુ – India News Gujarat
દિનેશ નાવડીયાએ કહ્યું કે Russia Ukraine warથી વિશ્વની મોટા ભાગની કંપનીઓએ Russiaની કંપનાના બેંકીંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા. પરંતુ, છેલ્લા પાંચ દિવસોથી દુબઇ, બેલ્જિયમ અને ભારતની બેંકોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોઇ હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.- India News Gujarat
હવે શું થશે….– India News Gujarat
- Russia Ukraine warથી ઉભી થયેલી સ્થિતિમાં સૌથી વધારે કફોડી હાલત હીરા ઉદ્યોગની થશે
- Russia Ukraine war બાદ રૂબલમાં આર્થિક વ્યવહાર થાય એવી ગોઠવણ આવશ્યક
- Russia Ukraine war બાદ વડા પ્રધાન અને મુખ્યમંત્રી દરમ્યાન ગીરી કરે તે આવશ્યક
- Russia Ukraine warને કારણે ઉભી થયેલી રફ ડાયમંડની અછતથી 15 લાખ કારીગરો બેકાર બને એવી સંભાવના
- Russia Ukraine war રાજ્ય અને દેશના અર્થતંત્ર પર વિપરીત અસર પડવાની સંભાવના – India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-CGST Superintendent and Inspector સહિત ત્રણ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા CGST
આપ આ પણ વાંચી શકો છોઃ-Honey Trapમાં ફસાવી વેપારી પાસે રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઇ