HomeGujaratRs.88 Lakhs Robbery: મોપેડ પર અપહરણ કરી લૂંટ ચલાવનાર બે આરોપી પકડાયા,...

Rs.88 Lakhs Robbery: મોપેડ પર અપહરણ કરી લૂંટ ચલાવનાર બે આરોપી પકડાયા, ફરિયાદી જ આરોપી નીકળ્યો – INDIA NEWS GUJARAT

Date:

Rs.88 Lakhs Robbery: લૂંટનો ફરિયાદી જ આરોપી
અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
આરોપી રોકડ લૂંટી ફરાર થઈ ગયો હતો

સુરતમાં થોડા દિવસો પહેલા 88 લાખ રૂપિયા રોકડા આંગણીયા પેઢીમાંથી લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હોવાની ચકચારીત ઘટના સામે આવી હતી. ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઇ લાલગેટ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ આરોપીને પકડવા કામે લાગી હતી. 16 દિવસ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે.

16 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

સુરતના લાલગેટ પોલીસ મથકના ભવાની વડ વિસ્તારમાં પટેલ ડી. પ્રવીણકુમાર એન્ડ કંપની નામથી આંગણીયા પેઢીની ઓફિસ બહારથી 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. રૂપિયા થી ભરેલી બેગ લઈને નીકળેલા નવાજ સરફરાસ પત્તા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેને લઇ સુરતની લાલગેટ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તૈનાત થઈ હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 16 દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી નવાજ સરફરાજ ફટ્ટા જ આરોપી નીકળ્યો છે. પોલીસે નવાજ ફત્તા અને મોહમ્મદ નદીમ ભોજાણી નામના બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Rs.88 Lakhs Robbery: ક્રેડિટ કાર્ડનું દેવું થઈ જતા લૂંટનો પ્લાન બનાવ્યો

આ ગુનાને ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની જુદી-જુદી 15 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. જેમાં પોલીસે જુદા-જુદા પ્રકારનો એકશન પ્લાન તૈયાર કર્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસે અલગ-અલગ સીસીટીવી ફૂટેજથી લઈને બસ સ્ટેશન, ફોન ટ્રેસિંગ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જૂનાગઢ ખાતે ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધરે વર્ક-આઉટ કરી આરોપી નદીમ ભોજાણીને પકડી પાડયો હતો. તેની પૂછપરછમાં આ લૂંટ તેણે નવાઝ ફત્તા સાથે મળીને કરી હોવાનું કબુલાત કરતા પોલીસે સુરતથી ફરિયાદી નવાઝ ફત્તાની ધરપકડ કરી હતી.

તમે આ પણ વાચી શકો છો: 

PM Modi’s first big decision after Ayodhya return, solar panels on 1 crore houses: અયોધ્યા વાપસી બાદ PM મોદીનો પહેલો મોટો નિર્ણય, 1 કરોડ ઘરો પર સોલાર પેનલ – India News Gujarat

તમે આ પણ વાચી શકો છો: 

13 arrested for Mira Road clash near Mumbai, government says ‘zero tolerance’: મુંબઈ નજીક મીરા રોડ અથડામણ માટે 13ની ધરપકડ, સરકાર કહે છે ‘ઝીરો ટોલરન્સ’ – India News Gujarat

SHARE

Related stories

Latest stories