Robbery In Om Kareshwar Temple : ઉધના વિસ્તારમાં થઈ મંદિરમાં આશરે પચાસેક હજારની ચોરી. ૐ કારેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ જેટલી દાન પેટી તોળાઈ. ત્રણેક ઈસમો મોઢે રૂમાલ બાંધી મંદિરને નિશાન બનાવતા કેમેરામાં કેદ દીવાલ કૂદી આ ત્રણેય ચોરો મંદિરમાં પ્રવેશ્યા. રાત્રિના સમયે આશરે અઢી વાગ્યા ની આસપાસ ચોરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું.
દાનપેટી માંથી હજારો રોકડ રૂપિયાની ચોરી કરી
પોલીસ કમિશ્નર વગર સુરત હાલ ઈન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે. ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે તસ્કરો બેફામ બનેલા જોવા મળી રહ્યાં છે. મકાન, ઓફિસ બાદ હવે તસ્કરો ભગવાનના મંદિરને પણ નિશાને લઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તસ્કરોએ દાનપેટી માંથી હજારો રોકડ રૂપિયાની ચોરી કરી હતી.
છેલ્લા દસ દિવસથી સુરત પોલીસ વિભાગમાં કમિશનરની પોસ્ટ પર કોઇની નિમણૂક નહીં થતાં હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ને કારણે શહેર આખું અસામાજિક તત્વોને હવાલે થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે ત્યારે ઉધનામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે.
ઘરફોડ ચોરીની લાઈવ ઘટના સીસીટીવી કેદ
મકાનો, ઓફિસો બાદ હવે મંદિરો પણ સલામત ન હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉધનામાં ભગવાનના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઉધના ખાતે આવેલા ૐ કારેશ્વર મહાદેવ મંદિરમાં રહેલી દાનપેટી પર હાથ ફેરો કર્યો હતો. મોડી રાત્રી દરમ્યાન ત્રાટકેલા ત્રણ જેટલા તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપીને નાસી ગયા હતાં. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ત્રણ જેટલા શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અને મંદિરમાં પ્રવેશ્યા હતાં. જેમણે સમગ્ર ચોરી કરી હોવાનું ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયું છે. ઘરફોડ ચોરીની લાઈવ ઘટના સીસીટીવી કેદ થઈ હતી. હાલ સમગ્ર ચોરીને લઈને ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે.
દાનની રકમ લઈને પલાયન થઈ ગયા હતા
ઉધના ખાતે આવેલા ૐ કારેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ જેટલા તસ્કરો ઘૂસ્યા હતા ને મંદિરમાં રાખેલી ત્રણ જેટલી દાન પેટી તોડી બિદાસ રીતે દાનપેટીમાં ભક્તો દ્વાર કરવામાં આવેલા દાનની રકમ લઈને પલાયન થઈ ગયા હતા જેને લઈને સવારે પૂજા પાઠ કરવા માટે આવેલા મંદિરના પૂજારીને આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરાય હતી.. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: